Qarib Qarib Single

બોલીવૂડ માં લવ સ્ટોરી ની સિમ્પલ ફોર્મુલા છે. છોકરો છોકરી મળે, પ્રેમ માં પડે. પછી જન્મો જનમ સુધી એક થવા માટે નો સંઘર્ષ થાય. બસ છોકરા છોકરી એક થાય ત્યાં ફિલ્મ પૂરી! કોઈ રેગ્ય્લર મસાલા ફિલ્મ હોય તો સામજિક સંઘર્ષ હોય અને કહેવાતી ઓફબીટ ફિલ્મ હોય તો પોતાની જાત સાથે નો સંઘર્ષ હોય, કેરિયર અને સેલ્ફ ડીસ્કવરી ની hypothetical વાતો થાય અને અક્કલ ઠેકાણે આવતા છોકરો છોકરી એક થાય અને ફિલ્મ પૂરી! બોલીવૂડ પાસે છોકરા છોકરી ને મળાવી ને છુટા પાડી પુનઃમિલન કરાવવાના n numbers of route છે! એટલે આવી વાર્તાઓ અલગ અલગ સ્વરૂપે ઠલવાયા જ કરશે. પણ જો આવી રૂટીન લવ સ્ટોરી થી પરવાર્યા હોય, ગોલમાલ અને જુડવા-2 થી કંટાળ્યા હોય તો કરીબ કરીબ સિંગલ એકદમ રિફ્રેશિંગ ફિલ્મ છે! આ દિલ જીતી લેનારી રોડ મૂવી છે જે રોડ પર બોલીવૂડ ભગ્યે જ ટ્રાવેલ કરે છે. અમુક ફિલ્મો એકદમ હળવીફૂલ હોય,તમે કેરેક્ટર્સ ના પ્રેમ માં પડી જાવ અને એમની સાથે તમે પણ ટ્રાવેલ કરો. કરીબ કરીબ સિંગલ આવી જ ફિલ્મ છે. બિલકુલ પણ લાઉડ થયા વગર ની ફિલગૂડ ફિલ્મ જેના પ્રેમ માં પડ્યા વગર તમે રહી ના શકો!

ફિલ્મ નું મુખ્ય પાત્ર જયા એ મુંબઈમાં  રહેતી સ્વતંત્ર મહિલા છે. એનો આર્મીમેન પતિ 10 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો છે, અને દશ વર્ષ થી એકલવાયું જીવન ગાળી રહી છે. જયા લેટ થર્ટીઝ માં છે, અરીસા માં એ પોતના સફેદ થતા વાળ જોઈ રહી છે. કોઈ સાથી ન હોય તો વૃધ્ત્વ જલ્દી આવે. પણ એને કોમ્પેનીયન ની જરૂર છે કે નહી એ અંગે ખુદ કન્ફયુઝ છે, જયા ની ઓફીસમેટ્સ એને ચીડવે છે કે જો એની(જયા ની) લાઈફ માં કોઈ એક્શન નહી હોય તો એનો ખાડો પૂરાય જશે એને તે ફરીથી વર્જિન થઇ જશે! અને એક દિવસ એક મેટ્રિમોનીયલ સાઈટ જયા ની મદદ માં આવે છે. આ મેટ્રિમોનીયલ કમ ડેટિંગ સાઈટ પર એને એક ૪૦ વર્ષીય સિંગલ બંદો મળે છે, ઈરફાન ખાન ઉર્ફે યોગી! યોગી અને જયા ની પર્સનાલીટી માં મોદી અને મનમોહન જેટલો ફરક છે. યોગી ઉર્ફે વિયોગી બિન્દાસ્ત બંદો છે, મનમોજીલો શાયર છે. એની બકબક નસકોરા ન બોલી જાય ત્યાં સુધી ચાલુ હોય, જયારે જયા અંતર્મુખી છે, ખુબ વાતો કરવી પસંદ નથી. આ બંને ની એક પછી એક અકસ્માતે ડેટિંગ સર્જાય છે, પછી તેઓ દહેરાદૂન, ઋષિકેશ,જયપુર-અલવર અને ગંગટોક જાય છે. ડીરેક્ટર તનુજા ચન્દ્રા ‘તુને જો ના કહા મેં સુનતા રહા’ ની સ્ટાઈલ મા બંને ની જર્ની અને મૈત્રી એકદમ હળવીફૂલ રીતે આગળ વધારે!  આખી ફિલ્મ માં આપણે જયા અને યોગી સાથે ટ્રાવેલ કરતા રહીયે અને એમની જર્ની પૂરી જ ન થાય એવું એટેચમેન્ટ આપણને આ બંને ના કેરેક્ટર સાથે થઇ જાય! જોકે, ઇન્ટરવલ પછી એકાદ બે સિક્વન્સ વધુ પડતી લંબાવાયી છે. પણ જ્યાં સ્ક્રીપ્ટ લડખડાવા માંડે, ત્યારે  ઈરફાન અને પાર્વતી ની સ્ક્રીન પ્રેઝન્સ જ એને સંભાળી લે!

 

ફિલ્મ નું સૌથી મજબૂત પાસું છે એની કાસ્ટ. મલયાલી ફિલ્મ ના રસિયા તો પાર્વતી ને સારી રીતે જાણતા જ હશે, પરંતુ આ ફિલ્મ થી બોલીવૂડ માં પદાર્પણ કરનારી આ બ્રિલીયન્ટ  મલ્લુ એક્ટ્રેસ ને હવે બોલીવૂડ માં પણ લોકો ચોક્કસપણે જાણતા થઈ જશે. (બાય ધ વે, ન જોઈ હોય તો મલયાલી મૂવી take off જોઈ લેજો!) ઈરફાન સાથે ની એની જોડી એકદમ રિફ્રેશિંગ છે. પાર્વતી માં સ્ટીરીયોટાઇપીક્લ બોલીવૂડ એક્ટ્રેસ જેવું ગ્લેમર નથી, પણ એની એક્ટિંગ સ્કીલ્સ અને સિમ્પલિસિટી  પર રીતસર ઓવારી જવાય. વિદ્યા બાલન ની જેમ એની સ્ક્રીન પ્રેઝન્સ ‘pure bliss’ છે. ઈરફાન ની જેમ પાર્વતી ને પણ બિલકુલ કોશિશ કરવી નથી પડતી. બંને એકદમ એફર્ટલેસ લાગે છે, ફિલ્મ ની સૌથી મોટી USP જ આ બંને ની સિમ્પલિસિટી છે.

આ વર્ષ બોલીવૂડ માટે જોરદાર રહ્યું છે. આ પણ શેફ ની જેમ લાઉડ થયા વિનાની ફિલગૂડ ફિલ્મ છે. બોલીવૂડ મા કન્ટેન્ટ મૂવી હમેશા સુખદ આંચકો આપે છે. આવી ફિલ્મો જ બોલીવૂડ ને જીવંત રાખે છે!

A must watch!

 

Free hit:

ફિલ્મ માં ઈરફાન મૂળ કેમિકલ એન્જીનીયર છે. અને આમેય એન્જીન્યર્સ નથી સિંગલ હોતા કે નથી રીલેશનશિપ માં. તેઓ ‘કરીબ કરીબ સિંગલજ હોય છે! 😉