Sacred Games : Season 1

#SacredGames

#Netflix

#DigitalPlatform

નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ જેવા ડિજિટલ પ્લેટફોર્મ ની ક્રાંતિ થી બોલિવૂડ ની mediocrity અને સેન્સર ની ઝંઝટ થી ચોક્કસપણે છુટકારો મળશે. પણ આ ક્રાંતિ બેધારી તલવાર છે. એનો ઉપયોગ આડા અવડા સીન નાખી ગલગલીયા કરાવવા પણ થઈ શકે અને સેક્રેડ ગેમ્સ જેવા brilliant કોન્ટેન્ટ તૈયાર કરવામાં પણ થઈ શકે! સેક્રેડ ગેમ્સ ની પહેલી સિઝન મા લગભગ અડધો ડઝન સેક્સ સીન છે પણ એકેય સીન મા મૂળ વાર્તા થી ક્યાંય પણ distract થવાતું નથી. અલબત્ત, આ સીન્સ વાર્તા નો જ ભાગ છે અને તમામ એકદમ મેચ્યોરિટી થી ભજવાયા છે. સેક્રેડ ગેમ્સ મા બોલાતી બેફામ ગાળો એ વાર્તા ના બેકડ્રોપ ને ઓથેન્ટિસિટી આપે છે. આ વેબ સિરીઝ જેટલા બોલ્ડ પોલિટીકલ સ્ટેટમેન્ટ્સ ભારત મા અગાઉ ક્યારેય થયા નથી. એક સમય હતો જ્યારે કોંગ્રેસ ને ફિલ્મ ‘રાજનીતિ’ નો એક સામાન્ય કહી શકાય એવો સંવાદ ‘સબ કુછ સમેટ કર લે ગઈ વિધવા’ પણ નડ્યો હતો અને પ્રકાશ ઝા ને એ સંવાદ મા તાત્કાલિક ધોરણે ‘વિધવા’ શબ્દ ને ‘બિટીયા’ થી બદલવો પડ્યો હતો. જ્યારે આજે રાજીવ ગાંધી પર સીધી અને ગંભીર કોમેન્ટ થઈ હોવા છતાં કોંગ્રેસ લાચાર છે! આ જ ડિજિટલ પ્લેટફોર્મ ની તાકાત છે. અને ડિજિટલ પ્લેટફોર્મ ની આ લિબર્ટી નો ફેન્ટમે (અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણી) સેક્રેડ ગેમ્સ મા બખૂબી ઉપયોગ કર્યો છે. ☺

બાય ધ વે, સોશિયલ મીડિયા મા છેલ્લા 18 દિવસ થી સેક્રેડ ગેમ્સ નો hype જોઈ ને આ વેબ સિરીઝ જોવાનું જાણે સામાજિક પ્રેશર હતું! 😉 અને અંતે અંકે 400 મિનિટ્સ ફાળવી ને એક જ બેઠકે સિઝન 1 પૂર્ણ કરી નાખી. અને સિઝન 1 જોઈને અનુભવ્યું કે સોશિયલ મીડિયા નો આ hype વ્યાજબી છે. કારણકે Narcos જેવી ધરખમ અમેરિકન સિરીઝ ને આ ભારત નો ટેક્નિક અને કોન્ટેન્ટ થી જવાબ છે. વિક્રમ ચંદ્રા ની દળદાર નોવેલ ના adoption એવી આ સિરીઝ ની વાર્તા મા આમ તો ખાસ નવીનતા નથી. મુંબઇ હજી બોમ્બે હતુ ત્યાર નું બેકડ્રોપ, એ જ અંડરવર્લ્ડ, એ જ માફિયા, એ જ 90 નો દાયકો, હિન્દૂ-મુસ્લિમ નું ઘર્ષણ, કેન્દ્ર ની રાજકીય અસ્થિરતા અને બોમ્બે ના ભગવાન બનવાની મહત્વકાંક્ષા! દારુણ ગરીબી. એ ગરીબી માંથી નીકળી હજારો લાખો લોકો ની જેમ માયાનાગરી બોમ્બે મા રોટી ની તલાશ મા આવેલો યુવાન. બોમ્બે ની ચાલી મા જાનવરો જેવી સડકછાપ જિંદગી થી ગ્લેમરસ બોમ્બે ની સફર. વત્તે ઓછે એંશે મુંબઈ ના તમામ અન્ડરવર્લ્ડ ડોન અને ગેન્સ્ટર્સ ની આ જ કહાની હોય છે. પણ આ સફર દરમ્યાન જે કંઈ ઘટે એમા ભારોભાર ડ્રામા અને થ્રિલ હોય છે. બોલિવૂડ મા અને નોવેલ્સ મા અનેક વખત કહેવાય ગયેલી આ વાર્તા નુ જ સેક્રેડ ગેમ્સ એક સ્વરૂપ છે. પણ સેક્રેડ ગેમ્સ ની ટેક્નિકાલીટી, ટ્રીટમેન્ટ, ડિટેઇલીંગ અને એક્ટિંગ ને કારણે જોઈ ને લાગે કે કદાચ આ વિષય ને આનાથી વધુ સારી રીતે પ્રેઝન્ટ થઈ જ ન શકે. વરુણ ગ્રોવરે આ crime saga ને ખૂબ જ રસપ્રદ રીતે mythological રેફરન્સ સાથે રજૂ કર્યા છે. તમામ એપિસોડ્સ મા કોઈ ને કોઈ mythological ઘટના નો મેટફાર છે. અને તમામ એપિસોડ્સ ના નામ પણ એકદમ રસપ્રદ છે! આ સિરીઝ નું સ્ટોરીટેલિંગ એકદમ non linear છે. અહીંયા બિલકુલ સ્પૂનફિડિંગ નથી. એક સાથે ત્રણ દાયકા ની વાર્તા સમાંતર કહેવાતી હોય. અને એમા સબપ્લોટ્સ પણ ખરા. અહીં તો પાત્રો પણ non linear રીતે ઈન્ટ્રોડ્યુસ થાય! વર્તમાન મા કોઈ વાત કહેવાતી હોય ત્યાં અચાનક 90s ના દાયકા નુ પાત્ર ઈન્ટ્રોડ્યુસ થાય અને વર્તમાન ની ખુટતી કડીઓ આપણી રીતે કળવાની! અમુક વખતે આપણા દિમાગ મા પણ પેરેલલ પ્લોટ્સ ચાલે! મારે અગાઉ કોઈ ભારતીય ફિલ્મ કે સિરિયલ મા આટલું મગજ નથી ચલાવવું પડ્યું! પણ સેક્રેડ ગેમ્સ નું સૌથી જમા પાસું હોય તો એની અનુરાગ કશ્યપ ના એક્ટિંગ ના અખાડા મા કસાયેલી કાસ્ટ અને વરુણ ગ્રોવર આણી મંડળી નું સોલિડ રાઇટિંગ છે. જોકે આશ્ચર્યજનક રીતે રાધિકા આપ્ટે એના પાત્ર મા એકદમ મિસફિટ લાગે છે! 🙂

હજી તો 947 પેજ ના દળદાર પુસ્તક ની પા ભાગ ની વાર્તા સિઝન 1 મા કવર થઈ છે. લગભગ ચાર સિઝન આવવી જોઈએ. પ્રથમ સિઝન મા તો જેટલા જવાબ મળ્યા એ જવાબ જ બીજા દસ સવાલ ઉભા કરે એવા છે. આ જોતા આગામી સિઝન વધુ રસપ્રદ અને વધુ લેયર્ડ રહેવાની પૂરેપૂરી સાંભવના છ! ☺

PS – સિઝન 1 મા ઘણા સવાલ unanswered જ રહી ગયા. પણ આ સિઝન પછી સોશિયલ મીડિયા ના સેક્રેડ ગેમ્સ પર ના મેમેઝ જરૂર crack કરી નાખ્યા! 😉 જે લોકો એ હજી સેક્રેડ ગેમ્સ નથી જોઈ એમને હું Durex ની માર્કેટિંગ ટીમે બનાવેલા આ રસપ્રદ મેમે ને crack કરવાનું task આપું છું. (મને ખબર છે ‘મેમે’ નહીં, ‘મીમ્સ’ કહેવાય. આથી એ વિષય નું જ્ઞાન કોઈએ પેલવું નહીં!) 😉

Diskit Monetary

#maitreybuddha

#diskitmonastery

#Ladakh

#Bliss

#meditation

#MobileClick

#Tale4

|મૈત્રેય બુદ્ધ|
106 ફુટ ની વિશાળ પ્રતિમા. અહીં મુશ્કિલ થી અડધા કલાક નો સ્ટે હતો અમારો. પણ હજી આ સ્થળ ના સ્પંદનો શરીર મા અનુભવાય છે. લદાખ નું સૌથી પ્રાચીન મોનેસ્ટ્રી. લગભગ 14 મી સદી નું નિર્માણ. મેડિટેશન માટે તો આ સ્વર્ગ. કદાચ અહીં થી વધુ શાંતિ અને કુદરતી સૌંદર્ય મળી જ ન શકે. અહીં ભગવાન બુદ્ધ જાણે પાકિસ્તાન ને શાંતિ નો સંદેશો આપી રહ્યા હોય એમ એમનું મુખ પાકિસ્તાન ની દિશા મા છે! સ્થાનિકો નું માનીએ તો અહીં ના monks અંગ્રેજી અને કોમ્પ્યુટર ના પણ જાણકાર છે અને મોટે ભાગે બધા જ શિક્ષિત છે. (ઓછા સમય નો સ્ટે હોય કોઈ monk થી ઇન્ટરેક્ટ ન કરી શકવાનો અફસોસ! 😢) આ શાંત ઘાટી ને રોડ કરતા વધારે BSNL જ દુનિયા સાથે જોડે છે. નુબ્રા ઘાટી સામાન્ય વતાવરણ (મે-જૂન) મા પણ પહોંચવું થોડું મુશ્કેલ કહેવાય, પણ શિયાળામાં તો હેવી સ્નોફોલ ને કારણે અલોમોસ્ટ સંપર્કવિહોણુ જ બની જાય. પણ છતાંય ઘણા monks અને સાહસિકો એ પરિસ્થિતિ મા પણ આ નયનરમ્ય એકાંત મા મેડિટેશન કરવા પહોંચી જતા હોય છે! મેડિટેશન ન કરવું હોય તો પણ આ સ્થળે કમસેકમ એકાદ કલાક નો સ્ટે કરવો જોઈએ. અહીં એક અલગ જ પ્રકાર ની bliss મળશે! ☺

|

Pangong Tso Lake

#PangongLake

#PangongTso

#Ladakh

#Beauty

Azure blue skies meet the gorgeous blue pangong lake, this is more like a romantic affair. This place is a dreamland! 😍

Can’t be a more stunning background for a picture! No filter required! 😘

Sanju :

#Sanju

#RajkumarHirani

#AbhijatJoshi

#VickyKaushal

:

A must attend acting carnival! 😇👌

બૉલિવૂડ મા બાયોપિક ફિક્શન થી વધુ ફિકશ્યસ હોય છે. ખાસ કરી ને વિવાદિત શખ્સશિયત એ બોલિવૂડ માટે ફેવરિટ બાયોપિક મટિરિયલ હોય છે! મોટે ભાગ ની બાયોપિક નો એજન્ડા નાયક ને ક્લિન ચિટ આપવાનો જ હોય છે અને એ સાબિત કરવાનો હોય છે કે નાયક તો દૂધ થી ધોયેલો છે અને અમુક સંજોગો ને કારણે જ અમુક પ્રકાર ના ગૂના કરવા પડ્યા. સંજુ ના કેસ મા પણ મહદઅંશે આવું જ છે. સંજુ ના જીવન ના અપ્સ-ડાઉન અને વિવાદો મા રહેલો ડ્રામા પરફેક્ટ બોલિવૂડ બાયોપિક મટિરિયલ છે. સંજુ ના કરેકેટર ને પણ અહીંયા અમુક સંજોગો ના સહારે ક્લિનચિટ આપવામાં આવી છે. જો કોઈ ઓર્ડિનરી હાથ મા આ બાયોપિક ગઈ હોત તો એ ઊંધે માથે પછડાટ. પણ આભિજાત જોશી અને રાજકુમાર હિરાણી ની ટ્રીટમેન્ટ હોય તો આવી ક્લિશે બાયોપિક ને પણ ‘કલાસ’ મા ફેરવી શકાય! આભિજાત જોશી ના શાર્પ ડાયલોગ્સ અને હિરાણી ની હળવી શૈલી ને કારણે ભારોભાર મેલોડ્રામા અને ગ્લોરીફિકેશન છતાંય સંજુ એ ટોટલ ફન છે. અહીં સંજુ ના કરેકેટર થી આસાનીથી કનેક્ટ થઈ શકાય છે.

પણ સંજુ નો સૌથી બેસ્ટ પાર્ટ એની કાસ્ટ છે. ‘સંજુ’ એ એક એક્ટિંગ કાર્નિવલ છે. રણબીર તો સંજુ બાબા ના પાત્ર ને ઘોળી ને પી ગયો છે. પણ બધા કરેકેટર વચ્ચે વિકી કૌશલ બાજી મારી જાય છે. સંજુ ના ગુજરાતી દોસ્ત ના પાત્ર મા વિકી કૌશલ ની એક્ટિંગ કલાસ અપાર્ટ છે. એ ઉપરાંત પરેશ રાવલ પણ સુનિલ દત્ત ના પાત્ર મા ઘણા ઓથેન્ટિક લાગે છે. અહીં સુનિલ દત્ત ની લેગેસી ને સારી એવી ટ્રીબ્યુટ આપવા મા આવી છે. એ ઉપરાંત મનીષા કોઈરાલા, બમન ઈરાની, જિમ સર્ભ, દિયા મિર્ઝા, કરિશ્મા તન્ના જેવા કસાયેલા કસબીઓ નો અહીં મેળાવડો છે. સંજુ એ કોઈ નખશિખ પર્ફેક્ટ કે એપિક લેવલ ની બાયોપિક નથી પણ જો સંજુ ને એક ફિક્શન કરેકેટર તરીકે જોઈએ તો પણ ફિલ્મ એટલી જ મજા ની છે. ઘણા રાજુ હિરાણી ની આ સૌથી નબળી ફિલ્મ કહે છે પણ મને તો એમની અન્ય ફિલ્મો જેટલો જ મજો પડ્યો! ☺

PS – ટૂ બી ઓનેસ્ટ, મને ‘સંજુ’ ની પસંદગી રાજુ હિરાણી માટે poor choice લાગતી હતી. પણ તેઓ ફિલ્મ મા એનો જવાબ એક મજા ના ડાયલોગ થી આપે છે. ‘Bad choices make good stories’! સંજુ ની સ્ટોરી ખરેખર રસપ્રદ અને મજા ની છે.

A must watch. 😊

And I conquer my Self!

#Ladakh

#Biking

#RoyalEnfield

#Adventure

#Tale2

And I conquer myself! ✌

સૌપ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ન્યુઝીલેન્ડ ના ફાંકડા પર્વતારોહક એડમંડ હિલેરી એ એક વાર કહ્યું હતું કે આપણે પર્વતો ને નથી સર કરતા આપણે આપણી જાત ને જ સર કરીએ છીએ, આપણે આપણા જ ડર પર વિજય મેળવીએ છીએ. લદાખ જઇ ને બીજું કંઈ નહીં તો પણ મેં મારા ડર ના એક ફેક્ટર ને તો એલિમિનેટ કરી જ નાખ્યો! હંમેશા થી મેં મારી સ્પ્લેન્ડર પ્રો સિવાય કોઈ બાઇક ચલાવી નથી. સ્પ્લેન્ડર લેવાનો એક માત્ર ક્રાઇટેરિયા એનું લાઈટ વેઇટ હતું. કોઈ પણ સ્પોર્ટ્સ બાઇક ચલાવવા હું under weight હતો. રૉયાલ એનફીલ્ડ ડ્રાઇવ કરવું તો મારા માટે સ્વપ્ન જ રહી જશે એમ લાગતું હતું. પરંતુ હાઈ એલટીટ્યુડ પર આવેલા રેગીસ્તાન લદાખ મા જો તમે બાઇક ડ્રાઇવ કે ડાઉનહિલ સાઈકલિંગ જેવું એડવેન્ચર ન કરો તો ત્યાં જવું જ નકામું છે. એના કરતાં તો કોઈ ડેન્સ્ડ ફોરેસ્ટ વાળા પર્વતો પર ટ્રેકિંગ કરવું સારું. કોઈ પણ જગ્યા એ જઇ ને ત્યાંના ક્લિશે થઈ ગયેલા DSLR વાળા પીક્સ સિવાય ઘણું લાવવાનું હોય છે! 😉 મારે લદાખ થી કોઈ એડવેન્ચર ની મેમોરી સાથે લાવવી જ હતી. અને મેં આખરે રોયાલ એનફીલ્ડ ડ્રાઇવ કરવાની હિંમત કરી જ નાખી. એ પણ અંકે 182 Kg ની રોયાલ એનફીલ્ડ હિમલાયા! બિલિવ મી, આ મારો કોઈ પણ સ્પોર્ટ્સ બાઇક ચલાવવાનો પ્રથમ અનુભવ હતો. ક્યારેય સિટી મા પણ ન ચલાવેલી બાઇક સીધી જ જગત ના સૌથી હાઈ એલટીટ્યુડ પૈકી ના મોટરેબલ રોડ્સ પર ચલાવવાની હિંમત કરી નાખી. ગ્રૂપ ના ઘણા લોકો ની સ્પષ્ટ ના હતી. એ લોકો નો ડર સાચો જ હતો. પણ ડર કે આગે જીત હૈ! આખરે માઉન્ટન ડયું પીધા વિના જ મેં એકલપંડે બાઇક ડ્રાઇવ કરવાનું સાહસ (કે દુ:સાહસ) કરી જ નાખ્યું! રોડ હતો સંગમ વેલી નો. જ્યાં ઝંસ્કાર અને ઇન્ડસ નદીઓ નો સંગમ થાય. પ્રથમ વખત બાઇક ડ્રાઇવ કરવાની થ્રિલ મા જે ગુરુદ્વારા મા સ્ટે કરવાનું હતું તે મિસ કરી ને ભૂલ મા આગળ નીકળી ગયો. પણ કહેવાય છે ને કે ‘Not all those who wander are lost!’ રસ્તો ભટકતા જ મને નિયત અંતર કરતા વધુ બાઇક ચલાવવાનો મોકો મળ્યો. હું અલમોસ્ટ લેહ સુધી જઇ ને રિટર્ન આવ્યો. સ્વભાવિકપણે ગ્રુપ ના લોકો ના જીવ તાળવે ચોંત્યા હતા. આવ્યા પછી તેઓ થોડા ગુસ્સે પણ થયા. પણ ત્યાં સુધી મા હું બાઇક પર કમ્ફર્ટેબલ થઈ ગયો હતો. પછી તો Nevil એ પણ પાછળ બેસવાની હિંમત કરી. લગભગ શાંતિ સ્તૂપ સુધી એ પાછળ બેઠો.

કદાચ મેં ફાંકડા બાઈકર્સ જેવી સ્પીડ બાઇકિંગ નહીં કરી હોય કે કદાચ એમના કરતા સ્પોટ પર લેટ પહોંચી વેઇટ કરાવી હશે પણ મને આ બાઇકિંગ થી અલગ જ પ્રકાર ની થ્રિલ અને ગર્વ નો અનુભવ થયો. અને આ બાઇકિંગ જ આખી ટ્રીપ ની મારી બેસ્ટ મેમરી! 😘

અને મને જાત અનુભવે સમજાયું કે ‘Royal Enfield is not about weight, it’s about right balance and courage!’ 🙂

Thukpa

થૂકપા : મજા ની લદાખી વાનગી. મૂળ તો તિબેટીયન વાનગી. પણ લદાખ પર તિબેટ નો ઇનફ્લૂઅન્સ અને તિબેટ થી આવેલા વડવાઓ ને કારણે હવે આ લદાખ ની સ્પેશિયલ વાનગી બની ગઈ છે. એમ તો નૂડલ્સ અને હોટ ઍન્ડ સૉર સૂપ નું જ અપગ્રેડેડ વર્ઝન. પણ જો કોઈ લોકલ ઘર ના કે ઓથેન્ટિક રેસ્ટોરન્ટ ના થૂકપા ટ્રાય કરો તો અંદર રહેલા મસાલા અને સબ્જી ને કારણે અલગ જ લેવલ નો ટેસ્ટ લાગે. પણ આ ટેસ્ટ માટે થોડા એક્સપિરિમેન્ટ માટે અને થોડું ગજવું હળવું કરવા તૈયાર રહેવું પડે અને ક્યારેક લૂંટાવું ય પડે! બાકી ટૂરિસ્ટ સ્પોટ પર જઈ ને પણ ડોમીનોઝ અને CCD જ શોધતી આપણી ગુજ્જુ પ્રજા ના નસીબ મા આવા ‘ટેસ્ટ’ હોવાના જ નથી! આવા ટેસ્ટ માટે લોકાલિટી એક્સપલોર કરવી પડે. 😉

#thukpa
#ladakhicuisine
#ladakh
#Experiment
#Tale1

Padman

પેડમેન ફિલ્મ મા એક દ્રશ્ય છે. લક્ષ્મીપ્રસાદ(અક્ષય કુમાર) એક મેડિકલ સ્ટોર મા પત્ની માટે ‘સેનેટરી પેડ’ લેવા જાય છે. પણ મેડિકલ સ્ટોર મા બોલતા અચકાય છે. અને એ પેડ ને ‘લેડીઝ પ્રોબ્લેમ’ તરીકે માંગે છે. દુકાનદાર પણ એ પેડ ને કાઉન્ટર નીચે થી સરકાવીને ધીમે થી આપે છે, જાણે કોઈ કેરકાયદેસર દ્રગ્સ આપતો હોય! કારણકે બાજુમા મહિલાઓ ઉભી છે. મહિલાઓ ના ઉપયોગ ની વસ્તુ મહિલાઓ થી જ છુપાય ને આપવી પડે! બસ આ સીન જ ભારત મા આ વિષય કેટલો અશ્પૃશ્ય છે એ બતાવવા પૂરતો છે. ઘણીવાર આપણે આપણા ઘર મા કે આસપાસ પણ પિરિયડ મા છે, સારા નથી અથવા પવિત્ર નથી જેવા સંવાદો સાંભળ્યા હશે. શરીર ના અન્ય અંગો ની જેમ આ પણ શરીર નું અંગ જ છે ને જે કુદરતી રીતે બ્લીડ કરે એમા અપવિત્રતા કે અશ્પૃશ્યતા ક્યાંથી આવી. એક બાજુ મલ્ટીનશનલ કંપનીઓ મા મહિલા કર્મચારીઓ ને પીરિયડ્સ ના દિવસો મા છુટ્ટી આપવી જોઈએ એના પર ડિબેટ ચાલે છે અને બીજી બાજુ ભારત ના લાખો ગામડા અને ફોર ધેટ મેટર નાના શહેરો ના હજારો કસ્બાઓ મા પણ આ વિષય ને ટચ કરવો વર્જિત છે. ભારત મા માત્ર આર્થિક જ નહિ દરેક સ્તરે ભયંકર અસમાનતાઓ પ્રવર્તે છે.

લક્ષ્મીપ્રસાદ(અક્ષય કુમાર) એ ગરીબ અને અભણ છે પણ એ એટલું તો સમજે જ છે કે પીરિયડ્સ મા અલાયદું રહેવું એ ગેરમાન્યતા છે અને જે કપડું એની સાઇકલ સાફ કરવા સુદ્ધા ઉપયોગ મા ન લઈ શકાય એવુ કપડું જો એની પત્ની પીરિયડ્સ મા ઉપયોગ કરે એ unhygienic કહેવાય. આ એક બીમારી નું ઘર જ છે. એટલે તે એને મોંઘી લાગતી ‘રુઈ કી પુડિયા’ પણ એની પત્ની અને ઘર ની મહિલાઓ માટે ખરીદી લાવે છે. પણ સમાજ ની જડતા સાથે એનો સંઘર્ષ થાય છે. પોતાની દેસી પેડ બનાવવાની ગાંડી જીદ થી તે અંગત સંબંધો પણ ગુમાવે છે. પત્ની પણ ‘આપ હમ ઔરતો કે પ્રોબ્લેમ મે મત પડીયે, શર્મ સે મર જાને સે બહેતર હૈ બીમારી સે મર જાના’ કહી ને એને નકારી દે છે. પણ લક્ષ્મીપ્રસાદ હાર માનતો નથી. ઘણા સંઘર્ષ અને મહેનત પછી એ મહિલાઓ માટે કલ્યાણકારી એવા સસ્તા સેનેટરી પેડ બનાવવાના મશીન નો ક્રાંતિકારી આવિષ્કાર કરે છે. એ પોતે સોશિયલ એન્ટ્રાપ્રિનિયોર બની જાય છે. અને યુનાઇટેડ નેશન મા તૂટેલા અંગ્રેજી મા વટ થી કહી શકે કે ‘આઈ નોટ સ્ટડી આઈ.આઈ.ટી., આઈ.આઈ.ટી. સ્ટડી મી’. મૂળ તમિલનાડુ ના કોઈમ્બ્તૂર ના રિયલ લાઈફ પેડમેન પદ્મશ્રી અરુણાચલમ મુરુગનાતમ ની સમાજ સાથે ના સંઘર્ષ અને સકસેસ ની અસામાન્ય ગાથા નું આ ‘પેડમેન’ એ ફિલ્મી રૂપાંતરણ છે.

કહેવાય છે કે ફિલ્મો એ એક piece of art છે અને/અથવા મનોરંજન છે. પણ સામાજિક મુદ્દા ને રજૂ કરતી ફિલ્મો આ બંને થી વિશેષ હોય છે. પેડમેન એ menstruation જેવા taboo વિષય ની ખૂબ જ અસરકારક રજૂઆત છે. રિયલ લાઈફ ‘પેડમેન’ અરુણાચલમ મુરુગનાથમ ના સંઘર્ષ અને સકસેસ ની ગાથા છે. આ ડોક્યુમેન્ટ્રી નથી, ફિલ્મ છે. એટલે મેલોડ્રામા તો હોવાનો જ. સામાજિક ફિલ્મ મા એનાથી વાંધો પણ ન હોવો જોઇએ. ફિલ્મ મા રિયલ લાઈફ પેડેમન ના સંઘર્ષ ને ગ્લોરીફાય અને ડ્રામેટાઇઝ કરાયો છે અને એ થવો પણ જોઈએ. કેટલાક ફિલ્મી બુદ્ધિજીવીઓ ‘પેડમેન’ એ આ વિષય ની પ્રથમ ફિલ્મ નથી અને અગાઉ એક ડોક્યુમેન્ટ્રી અને બે ફિલ્મો (એક અનરિલીઝડ) આવી ચૂકી છે એમ કહી આ ‘પેડમેન’ ના કામર્શિયલાઇઝેશન ને કોસી રહ્યા છે. પણ આવી સામાજિક સંદેશા વાળી મેઈન સ્ટ્રીમ ફિલ્મો બને એ ફાયદો જ છે. આ માટે ટ્વિન્કલ ખન્ના અભિનંદન ને પાત્ર છે. સ્વભાવિકપણે અક્ષય કુમાર ની ‘માસ અપીલ’ આવી ગયેલી તમામ ફિલ્મો કરતા વધુ જ હોવાની. 🙂

એક ફિલ્મ તરીકે જોઈએ તો પણ ફિલ્મ હળવીફુલ અને મસ્ત છે. મૂળ કોન્સેપ્ટ ટ્વિન્કલ ખન્ના નો હોય એમનો ટચ સ્પષ્ટપણે જણાય આવે છે. ફિલ્મ ના ઇમોશન્સ પણ કંટ્રોલ્ડ છે, એટલે અહીંયા ‘ટોયલેટ’ જેવો કંટાળો નથી. આર બાલ્કી છેલ્લે સુધી ફિલ્મ ના કોન્સેપ્ટ ને વળગી રહ્યા છે, એમની અગાઉ ની ફિલ્મો ની જેમ આ ફિલ્મ મા મૂળ વાત થી ડિસ્ટ્રેકશન આવતું નથી. સ્વાનંદ કિરકીરે ના સંવાદો મજા ના છે અને અમિત ત્રિવેદી નું મ્યુઝિક કર્ણપ્રિય. સોનમ અને અક્ષય સોલિડ! પણ રિધિકા આપ્ટે ના ભાગે (સારી એવી સ્ક્રીન પ્રેઝન્સ છતાંય) ખાસ કંઈ કરવાનું આવતુ નથી.

ઘર ની તમમ મહિલાઓ/છોકરીઓ સહિત સપરિવાર જોવા જેવી મસ્ટ વૉચ ફિલ્મ! 👍