ओ माझी रे! 😊

#NaramadaPreranaYatra

#KarjanRiver

#VisalKhadi

#Tale2

#Boatman

ओ माझी रे, अपना किनारा,

नदिया की धारा है ! ❤️

કરજણ નદી ના બૅક્વોટર ને કારણે રચાતો નયનરમ્ય નજારો! આ બેકવોટર ને કારણે રચાતા નાનકડા ટાપુઓ. અને આ ટાપુઓ પર વસતા આ વનબંધુઓ! રોજીરોટી નો ખાસ અવકાશ નથી. પણ વનવિભાગ અને ગુજરાત સરકાર ના પ્રયત્નો થી ત્યાં પ્રવાસન વિકસ્યું છે. વનવિભાગે અહીં નિયંત્રિત રીતે પ્રવાસન શરૂ કર્યું છે, લિમિટેડ લોકો અહીં રાત્રી રોકાણ પણ કરી શકે છે. મોટેભાગે અહીં પ્રકૃતિપ્રેમીઓ જ આવે છે. આથી શહેર નું પ્લાસ્ટિક અને ઘનકચરો અહીં સુધી પહોંચ્યો નથી. અહીં ના ટાપુ પર વસતા વનબંધુઓ ને વનવિભાગ ના પ્રયત્નો થી ‘ બોટ’ મળી છે. આ બોટ મા સહેલાણીઓ બોટિંગ નો આનંદ લઈ શકે છે. અમે જ્યારે વહેલી સવારે અહીં ના જંગલ થી ડાઉનટ્રેક જઈ ને બોટિંગ કરવા ગયા ત્યારે ત્યાં ના ખુશનુમા વાતાવરણ ને અનુભવી ને લાગ્યું જાણે ક્યારેય ઓઝોન ના સ્તર મા ગાબડું પડ્યું જ નથી! પ્રકૃતિ ના તમામ તત્વો અહીં ના આહલાદક વાતાવરણ મા સમાયેલા છે. સ્થાનિકો માટે ઘણા NGO અને પ્રકૃતિપ્રેમીઓ પણ પ્રયત્નશીલ છે. આ નનાકડા ટાપુ પર સહેલાણીઓ ને ભૂટાન અને સિક્કિમ ની જેમ ‘હોમ સ્ટે’ મળે અને સ્થાનિક વાનગીઓ નો ટેસ્ટ મળે તો સ્થાનિકો ને ભરપૂર રોજગારી ની તકો ઉભી થાય અને સામે પક્ષે પ્રવસીઓ ને પણ ઓથેન્ટિક ટચ મળે! આવા નવતર પ્રયોગ માટે પ્રકૃતિપ્રેમી Nitin Tailor (સ્થાપક : સર્વ હેપીનેસ ફાઉન્ડેશન) સતત પ્રયત્નશીલ છે. આશા રાખીયે કે વનવિભાગ ની સારી યોજના ઓ જમીન સુધી પહોંચે અને નીતિનભાઈ જેવા નવયુવાનો પણ આગળ આવે તો બંને પક્ષે win-win પરીસ્થતી ઉભી થાય!

બાય ધ વે, અહીં મેન્યુઅલી હલેસા મારી ચલાવવાની નાવડી ની જ પરમિશન છે, અહીં ના મહેનતકશ સ્થાનિક નાવિકો જે રીતે હલેસા મારી બોટ ચલાવે છે એ આસાન નથી. નાવડી ચલવવા જે બળ અને બેલેન્સ ની જરૂર પડે છે એ જિમ મા સ્નાયુઓ ના ગઠ્ઠા બનાવવાથી ના આવે!અહીં એડવેન્ચર લવર્સ માટે સ્થાનિક ઇન્સ્ટ્રકટર સાથે બોટિંગ ની પણ પરમિશન મળે તો પ્રવાસન ને હજી સારું એવું બળ મળી શકે એમ છે! 😊

ભાર વિનાનું ભણતર!

#NarmadaPreranaYatra

#Tale1

#VisalKhadi

#SatpudaForest

સાતપુડા ના જંગલ ની વિસલ ખાડી મા ગમી ગયેલી આ વિસ્મયભરી આંખો! ❤️

નિશાળે જવા માટે આ વનજીવી દીકરી વણખેડયા (The road less travelled) રસ્તાઓ પસંદ કરે છે. રોજ જંગલો ને પસાર કરી રોડ ન દેખાય ત્યાં સુધી પગદંડીઓ પર ચાલતી જાય છે. કદાચ એને પ્રવાસીઓ ની જેમ મુખ્ય રોડ સુધી ચાલવાની પગદંડી શોધવા ની જરૂર નથી. એનું દિમાગ હવે આપોઆપ એને ત્યાં દોરી જાય છે. જે રોડ થી એ નિશાળે જાય છે એ 10 ફુટ પહોળો રોડ મુખ્ય ધારા અને વનજીવી સમાજ વચ્ચે ની અઘોષિત સરહદ છે. સરહદો નું ઉલ્લંઘન કરી ને સહેલાણીઓ એમને ત્યાં આવ્યા છે કે પછી એ પોતે ઉલ્લંઘન કરી ને ગામ ની નિશાળે જાય છે એ સમજી શકે એટલી પરિપક્વ થઈ નથી. પણ એના હાથ મા કોઈ સ્કૂલબેગ નથી, માત્ર ને માત્ર નિશાળે થી મળેલો ગણવેશ છે! શાળા મા શિક્ષકો કેટલા છે એ મને ખબર નથી. આ દીકરી બે વિષય વચ્ચે નો તફાવત સમજી શકવા સક્ષમ છે કે નથી એ પણ મને ખબર નથી. પણ એને ભીંડી અને ખાટ્ટી ભીંડી વચ્ચે નો ફરક ખબર પડે છે, એટલી મને ચોક્કસ ખબર છે, મમ્મી એ કહેલી વનસ્પતિ આસપાસ થી ઓળખી અને એના પાન લાવી શકે છે. પણ કદાચ એટલું પૂરતું નથી. એટલે જ ‘વિકાસ’ એના ટચુકડા ટાપુ પર પહોંચ્યો છે અને રોજ એને નિશાળે લઈ જાય છે, કારણકે મુખ્યધારા ની ભાષા એ તો ગુજરાતી છે, જો મુખ્યધારા થી ન જોડાય તો કદાચ એમની વસ્તી પણ આંદામાન ના પેલા પ્રખ્યાત ટાપુ ની જેમ મુખ્યધારા થી આઇસોલેટેડ થઈ જાય! પણ આપણે એવું થવા દેવાનું નથી. એને નિશાળે મોકલવાની છે.

કદાચ આ બેગ વિના ‘ઇસ્કૂલે’ જતી આ દીકરી ને જ સાચું ‘ભાર વિનાનું ભણતર’ કહેવાતું હશે! 😊

CWC 2019 : Last Post

#CWC2019

#LastPost

ધોની એ એની કારકિર્દી ની 35-40 મેચ તો એકલપંડે જીતાડી છે. એના જ નેતૃત્વ મા ભારત ICC ની તમામ ટ્રોફી જીત્યું. પણ આ વિશ્વકપ મા ધોની નું પ્રદર્શન તદ્દન સાધારણ રહ્યું. યુવરાજ સિંહ ના હોત તો કદાચ બબ્બે વર્લ્ડકપ ભારત જીતી જ ન શક્યું હોત! છતાં 2015 ના T20 વર્લ્ડકપ ફાઇનલ ની એ 21 બોલ મા 11 રન ની નિરાશાજનક ઈંનિંગ દિમાગ માંથી જતી નથી! સચિન ની 100 મી સદીએ ભારતે એશિયા કપ ગુમાવ્યો હતો!

અહીંયા સવાલ આ મહાનતમ ખેલાડીઓ ના યોગદાન નો નથી. આ લોકો થકી જ ભારત ક્રિકેટ મા હંમેશા થી આટલું ડોમીનેટિંગ રહી શક્યું છે. પણ છેલ્લા 20 વર્ષ મા ચાર-ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ના રિકી પોન્ટિંગ, માઈકલ ક્લાર્ક, મેથ્યુ હેડન, શેન વોર્ન, એડમ ગિલક્રિસ્ટ મા અને ભારત ના સ્ટાર ક્રિકેટર્સ મા ફરક શું છે? ફરક એટલો જ કે આ તમામ ખેલાડીઓ વર્લ્ડકપ જીતી અથવા કારકિર્દી ની ટોચ પર રહી ને નિવૃત થયા. બોડી રીફલેક્સિસ ઢીલા પડે કે ફોર્મ લથડે ત્યાં સુધી રાહ ના જોઇ. પણ આપણે ત્યાં મોટે ભાગ ના મહાન ખેલાડીઓ કારકિર્દી ના સુવર્ણકાળ મા મળતી એ ગ્રાન્ડ ફેરવેલ ક્યાંક ને ક્યાંક ચુકી ગયા છે એનું અંગતપણે મને ઘણી વાર દુઃખ થાય. સચિન ને BCCI સામે થી ફેરવેલ સિરીઝ રમવા કહે કે યુવરાજ ને મુંબઇ ઇન્ડિયન્સ માંથી પણ બહાર બેસવું પડે કે ધોની ની વિદાય એ વર્લ્ડકપ ની નિરાશાજનક હાર સાથે થાય એ એક ક્રિકેટ ફેન તરીકે થોડું દુઃખદ લાગે છે! બાકી ટીમ ઇન્ડિયા ફાઇટિંગ સ્પિરિટ થી જ રમ્યું છે. માત્ર 45 મિનિટ્સ ના એક સેશન મા ખરાબ ક્રિકેટ રમવાથી ભારત નો ચેમ્પિયન નો દરરજો છીનવાઈ જવાનો નથી. ભારત નું ક્રિકેટ નું પેશન કયારે ઓછું થવાનું જ નથી. ગવાસકર પછી સચિન અને સચિન પછી કોહલી આવ્યો જ છે. એક ક્રિકેટ છે જે આખા ભારત ને યુનાઈટ કરે છે. આજે આખો દેશ નિરાશ છે. જેમ 2007 પછી 2011 આવ્યું એમ 2019 પછી 2023 આવવાનું જ છે. પણ એ માટે ભારતીય ટીમ ને 2007 વાળા ટ્રાન્સફોર્મેશન ની જરૂર છે એ ફેક્ટ છે! 😊

ઓવર ટૂ 2023! ❤️
થેન્ક યુ ટીમ ઇન્ડિયા! 🙏

YouWeCan! ❤️

#ThankYouYuvi

#YouWeCan

#YuvrajSingh

સમય સાથે બોડી ના રિફલેક્સિસ જવાબ તો આપે જ. યુવરાજ સિંહ ની નિવૃત્તિ અચાનક તો નથી જ. પણ યુવરાજ જેવા લિજેન્ડ ને આમ અચાનક પ્રેસ કોન્ફરન્સ મા નિવૃત્તિ જાહેર કરવી પડે એનું દુઃખદ આશ્ચર્ય થયુ. સેહવાગ, લક્ષમણ, ગંભીર અને દ્રવિડ ની જેમ વગર ફેરવેલ મેચ રમ્યે જ યુવરાજે નિવૃત્તિ જાહેર કરી દીધી અથવા કરવી પડી. ખરેખર યુવરાજ માટે BCCI એ આશિષ નેહરા ને કરી આપી હતી એમ ફેરવેલ મેચ ની ગોઠવણ કરી આપવાની જરૂર હતી. યુવરાજ ફેરવેલ મેચ રમી ને દર્શકો ની વચ્ચે ગ્રાન્ડ ફેરવેલ લેવાનો હકદાર હતો. નેટવેસ્ટ સિરીઝ નો નવયુવાન નવોદિત હોય કે પછી ભારત માટે પોઇન્ટ ફિલ્ડિંગ ની નવી પરિભાષા આપનાર ચુસ્ત ખેલાડી. એક ઓવર મા છ છગ્ગા મારનાર યુવરાજ નો સ્વેગ હોય કે પછી 2011 ના વિશ્વકપ વિજય બાદ ડૂસકાં લેતો ઇમોશનલ યુવરાજ! જ્યારે જયારે ભારત ની લિમિટેડ ઓવર ક્રિકેટ નો ઇતિહાસ જોવા મા આવશે ત્યારે યુવરાજ સિંહ નું નામ આંખ સામે આવ્યા વગર રહી શકશે નહિ. ઉતાર ચડાવ એ દરેક સ્પોર્ટ્સ પર્સન ના જીવન નો એક ભાગ કહી શકાય. પણ આ બંદા જેટલા ઉતાર-ચડાવ ભાગ્યે જ કોઈ સ્પોર્ટ્સ પર્સન ના જીવન મા આવ્યા હશે. ખરાબ ફોર્મ હોઈ કે પછી કેન્સર! ક્રિકેટ અને અંગત જીવન ના દરેક તબક્કા મા બંદો ફાઇટર સ્પિરિટ થી લડ્યો. 2010 પછી બોલિંગ ને પણ મઠારી ને જેન્યુઅન ઓલરાઉન્ડર બની ચુકેલો યુવરાજ પોઇન્ટ પર જે રીતે ડાઈવ લગાવતો એ પરથી કોઈ અણસાર જ ના આવે કે બંદો કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે. 2003 વર્લ્ડકપ પછી ફોર્મ ખરાબ રીતે લથડયું હતું છતાં દાદા એ વિવાદો વચ્ચે પણ એનું કરન્ટ ફોર્મ જોઈ ને નહિ પણ એની પ્રતિભા જોઈ ને બેક અપ કર્યો. અને 2007 અને 2011 વર્લ્ડકપ નો એ સ્ટાર પ્લેયર સાબિત થયો! 2003 નો વર્લ્ડકપ રમ્યા હોય એ પૈકી ના એક્ટિવ ખેલાડીઓ મા હવે માત્ર હરભજન જ બચ્યો છે. એ પણ માત્ર IPL જ રમે છે. યુવરાજ સિંહ ની વિદાય થી આજે 90s બોર્ન કિડ્સ ના બચપણ નો જાણે ઓફિશિયલ અંત આવી ગયો!

ઇન્સ્પિરેશન નો હાલતો-ચાલતો ધોધ એવા યુવરાજ ની ફાઇટર સ્પિરિટ હંમેશા ઇન્સપાયર કરતી રહેશે. આટલા હોટ એન્ડ હેપનિંગ કેરિયર વિશે એમ લખવા તબક્કા વાર બ્લોગ ની આખી સિરીઝ લખવી પડે અને બીજી બાજુ એને ટૂંકી શબ્દાંજલિ આપવા માટે શબ્દો ખૂટી પડે! જોકે આ યુવરાજ એના થી બિયોન્ડ છે!

થેન્ક યુ યુવરાજ! ❤️
ફેરવેલ.

People’s CM

કર્મઠ.

કર્તવ્યનિષ્ઠ.

સમર્પિત.

સાદગીસભર.

પ્રજાવત્સલ.

શબ્દકોશ નુ કોઈ પણ વિશેષણ અતિશયોક્તિ ન લાગે એવું વ્યક્તિત્વ એટલે મનોહર પરિકર! આજીવન સંઘીય વિચારધારા ને વળગી રહેલા હોવા છતાં વાજપેયી ની જેમ જ અજાતશત્રુ. તમામ રાજનૈતિક પાર્ટીઓ મા સન્માનિત અને સર્વસ્વીકૃત એવા જૂજ રાજનેતાઓ પૈકી ના એક. મૂળ IITian ટેક્નોક્રેટ. વાયા પણજી ગોવા વિધાનસભા મા પહોંચ્યા અને મુખ્યમંત્રી બન્યા. 2014 મા મોદી સરકાર મા જ્યારે તેઓ રક્ષામંત્રી બન્યા ત્યારે ગોવા ના લોકો રીતસર નારાજ જણાતા હતા. ત્યારે સ્થાનિક ભાજપા ના નેતાઓ એ ‘Goa’s lose is nation’s gain’ જેવા સૂત્રો થી લોકો ને મનાવવા પડ્યા હતા કે દેશ ને પરિકર ની વધારે જરૂરિયાત છે. પરંતુ 2017 મા ભાજપા એ તેઓને તેઓની કર્મભૂમિ પર પરત મોકલવા જ પડ્યા અને છેલ્લા શ્વાસ સુધી ગોવા ના લોકો ની વચ્ચે રહ્યા. મનોહર પરિકર ભારતીય રાજનીતિ માટે બિનપરંપરાગત નેતા કહી શકાય. IITian ટેક્નોક્રેટ/સ્કોલર હોવું અને એમના જેવી દંભ વિનાની સાદગી કમસેકમ ભારતીય રાજનીતિ માટે રેર છે. તેઓ નેતા ની પારંપરિક વેશભૂષા થી પણ દૂર રહે. સામાન્ય શર્ટ પેન્ટ અને પગ માં સેન્ડલ પહેરી ને ક્યારેક સ્ફૂટી પર ગોવા ના રસ્તાઓ પર જોવા મળી જાય! આવા રાજનેતા ની વિદાય એ ચોક્કસપણે ભારતીય રાજનીતિ મા મોટો શૂન્યાવકાશ સર્જ્યો છે.

ગંભીર માંદગી છતાં પણ છેલ્લે સુધી એમની કામ કરવાની જીજીવિષા તો ખરેખર સરાહનીય હતી. નાક મા નળી છતાં પબ્લિક કાર્યક્રમ મા ‘How’s the josh’ પૂછે અને એમની ઊર્જા લોકો મા ટ્રાન્સફર કરવાની વાત કરે! ગોવા વિધાનસભા નું બજેટ રજૂ કરતી વખત ની એમની નાક મા નળી નાખેલી આ તસવીર જોઈ ને અંગતપણે ઘણું દુઃખ થતુ હતું. પણ એમની આ પ્રેરણાદાયી તસવીર એમના કામ ની જેમ ઇતિહાસ મા ઓલરેડી અમરત્વ પ્રાપ્ત કરી ચુકી છે. આ તસવીર હંમેશા ઇન્સપાયર કરતી રહેશે! ❤️

પરમાત્મા એમના આત્મા ને સદગતિ અર્પે એવી પ્રાર્થના!

#RIPManoharParikar

Manikarnika

#Manikarnika :

મણિકર્ણીકા ની ખામી અને ખૂબી એક જ છે. ‘ધી વન (વુ)મેન શૉ!’ ‘ધી ગ્રેટ કંગના શૉ!’

ઇતિહાસ ની સર્વશ્રેષ્ઠ યોદ્ધા અને ઝાંસી ની અલ્ટીમેટ કવીન રાણી લક્ષ્મીબાઈ ને જાઇન્ટ સ્ક્રીન પર ફરી જીવીત કરવા બૉલીવુડ ની અલ્ટીમેટ કવીન કંગના થી સારી ચોઇસ હોય જ ના શકે! નાનપણ મા પીઠ પર બાળક ને બાંધી હાથ મા તલવાર લઈ ઘોડેસવાર રાણી લક્ષ્મી બાઈ ની એ આઇકોનીક તસવીર જોઈ ને અને એની શૈર્યગાથા સાંભળી ને રાષ્ટ્રીયતા અને દેશભક્તિ નો જુસ્સો સાત મા આસમાને પહોંચી જતો. ભારતીય બાળકો માટે આમ પણ રાણી લક્ષ્મીબાઈ નુ પાત્ર એ અલ્ટીમેટ કોમિક (કે રિયલ લાઈફ એપિક) છે. પ્રાથમિક શાળા મા પાઠ્યપુસ્તકો મા રાણી લક્ષ્મીબાઈ અને અંગ્રેજો નો ઇતિહાસ ભણતા ત્યાર થી જ રાણી લક્ષ્મીબાઈ વિશે ની મગજ મા ઇમેજ લાર્જર ધેન લાઈફ! મણિકર્ણીકા મા રાણી લક્ષ્મીબાઈ નું ચિત્રણ એવું જ લાર્જર ધેન લાઈફ છે. બાળમાનસ ની રાણી લક્ષ્મીબાઇ વિશે ની ફેન્ટેસી નું ફિલ્મ મા આબેહૂબ વર્ણન છે. બાળકો ને પણ મજા પડે એ રીતે ફિલ્મ ને સિમ્પલીફાઇડ કરવા મા આવી છે. અને ઓફકોર્સ સિનેમેટિક લિબર્ટી તો લેવા મા આવી જ છે. આ કોઈ વિકિપીડિયાના ટાઈપ નેરેશન કે કોઈ ડોક્યુમેન્ટ્રી નથી. એ બૉલીવુડ ના અડધો ડઝન ડાબેરી રિવ્યુખોરો ને સમજ મા આવતું નથી. તેઓ ગ્લોરીફિકેશન અને ઊરી ની જેમ હાઇપર નેશનલિઝમ ના રોદણાં રડ્યા કરે છે. ઈનફેક્ટ, ફિલ્મ મા હજી વધુ ગ્લોરીફિકેશન હોત તો મજા પડત. ‘રાણી લક્ષ્મી બાઈ’ જેવા આઇકોનીક પાત્રો નુ ગ્લોરીફિકેશન બાહુબલી ના તર્જ પર થવુ જોઈતું હતું. ‘મણિકર્ણીકા’ સંજય લીલા ભણસાલી ની ફિલ્મો ની જેમ હજી ગ્રાન્ડ સ્કેલ પર બનવી જોઈતી હતી. વાર્તા અને ડિટેલિંગ દમદાર છે. પણ ક્યાંક ને ક્યાંક VFX નબળા પડે છે. બેકડ્રોપ ની ઓથેન્સીટી કે ભવ્યતા પણ એટલી એટલી વર્તાતી નથી. અને ફિલ્મ ની સૌથી મોટી નબળાઈ એ છે કે ‘રાણી લક્ષ્મીબાઈ’ સિવાય બીજું કોઈ પાત્ર ડેવલપ જ થતું નથી અથવા એટલુ અસરકારક નથી. ફિલ્મ મા કૃષ્ણા અને કંગના માંથી કોઈ પણ કો-ડિરેકટર નથી. બંને એ સ્વતંત્ર રીતે ફિલ્મ નું નિર્દેશન કર્યું છે. અને 70% ફિલ્મ નું નિર્દેશન કંગના એ કર્યું છે. કદાચ એટલે જ ફિલ્મ મા ‘રાણી લક્ષ્મીબાઈ’ ઓલમોસ્ટ દરેક ફ્રેમ મા છે અને એ સિવાય ના પાત્રો માત્ર ક્રેડિટ્સ મા રહી જાય છે. ગમે એટલી ખામી છતાંય ‘મણિકર્ણીકા’ એ થ્રિલિંગ જાયન્ટ સ્ક્રીન એક્સપિરિયન્સ છે. અને આ ગણતંત્ર દિવસ પર લેવા જેવો દેશદાઝ નો પરફેક્ટ ડોઝ છે! 😊

PS- હું હંમેશા કહું છું. જે લોકો ને ઇતિહાસ ની ઓથેન્ટીસિટી નું એટલું વળગણ હોય એમણે ઐતિહાસિક ફિલ્મો (ખાસ કરીને બૉલીવુડ ની) જોવી જ ન જોઈએ. એમણે લાઈબ્રેરી મા જઈ ને દળદાર પુસ્તકો ના થોથા ઉથલવવા જોઈએ! 😉

ગણતંત્ર દિવસ ની શુભકામનાઓ! 😊

Short Circuit

#ShortCircuit

#RJDhvanit

શોર્ટ સર્કિટ હોલિવૂડ ના સ્ટાન્ડર્ડ થી ભલે નખશિખ સાયન્સ ફિક્શન ન હોય, પણ ભારોભાર એન્ટરટેઇનિંગ છે. 2.O જેવા ઓવેરરેટેડ બોલિવૂડ હથોડા કરતા તો લાખ દરજ્જે ટેકનિકલી સાઉન્ડ છે. બોલિવૂડ ના પૈમાના થી પણ શોર્ટ સર્કિટ ‘ઓફબીટ’ કહી શકાય એવી સાહસિક ફિલ્મ છે. બોલિવૂડ પણ જેને છેડતા ચાર વાર વિચાર કરે એવા ‘ટાઈમ લૂપ’ વાળા વિષય ની પસંદગી માત્ર જ મારા માટે ફિલ્મ જોવાનું ધોરણ હતું. પણ ગુજરાતી ફિલ્મ છે એવા કોઈ અહોભાવ વગર પણ ફિલ્મ એના કોન્ટેન્ટ અને ‘મેરીટ’ પર જ દર્શકો ને (પ્રાઈમ ટાઈમ મા શૉ ન હોવા છતાં) થિયેટર સુધી ખેંચી લાવવા સક્ષમ છે. ફિલ્મ મા જરૂર હોય ત્યાં ટેક્નિકલ અને સાયન્ટિફિક ટર્મ નો ઉપયોગ ચોક્કસપણે થયો છે. પણ કોઈ બિન જરૂરી ટર્મ કે કોમ્પ્લીકેટેડ સાયન્સ નો મોહ રાખ્યા વિના ફિલ્મ નો ટોન શક્ય એટલો હળવો રખાયો છે. છતાંય એના થ્રિલ મા ક્યાંય કમી આવતી નથી કે વાર્તા મૂળ મુદ્દા થી ક્યાંય પણ ડેવિયેટ થતી નથી! ફિલ્મ એના પહેલા સીન થી જ જકડી લે છે. દિગ્દર્શક એ સ્માર્ટલી ફિલ્મ માં ગીતો કે ફાલતુ ની લવ સ્ટોરી વાળો સબપ્લોટ ટાળ્યો છે. જેથી કરી ને ફિલ્મ ની થ્રિલ ક્લાઈમેક્સ સુધી જળવાય રહે છે. ગુજરાતી સિનેમા ને અભિષેક જૈન પછી ફૈઝલ હાશ્મી એવા બીજા ડિરેકટર મળ્યા છે જેમની ફિલ્મો ની હવે આતુરતા થી રાહ જોવાશે.

ફિલ્મ ની શરૂઆત મા જ મૅકર્સ એ ‘શોર્ટ સર્કિટ’ હોલિવૂડ ફિલ્મો ’12:01′ અને ગ્રાઉન્ડ હોગ ડે થી પ્રેરિત હોવાનો પ્રમાણિકપણે એકરાર કર્યો છે. પણ બંને ફિલ્મો મે જોઈ ન હોવાથી કદાચ વધુ મજા પડી. ફિલ્મ ની ફેન્ટેસી અને ઇમેજીનેશન ખરેખર રસપ્રદ છે! ધ્વનિત હંમેશા ની જેમ સુપર્બ છે. કોમિક ટાઇમિંગ કે ડાયલોગ મા એ સોલિડ લાગે છે. પણ છતાંય એમની આર.જે. તરીકે ની ઇમેજ નજર થી દુર થતી નથી. કદાચ એટલે જ ઈમોશનલ સિક્વન્સ કે એક્શન મા એટલા જમતા નથી. ટેલેન્ટેડ સ્મિત પંડ્યા ની કોમિક ટાઇમિંગ અમુક રિપીટેટિવ સિક્વન્સ ને બોરિંગ થવા થી બચાવે છે. લેખક-પત્રકાર આશિષ વશી એ ફિલ્મ માં પોલીસમેન નો મસ્ત કેમિયો કર્યો છે. એમણે એક્ટિંગ પર હાથ અજમાવવા માટે ચોક્કસપણે વિચારવું જોઈએ. ફિલ્મ ની ઇન્ટ્રો ક્રેડિટ મા ધ્વનિત પહેલા અભિનેત્રી ‘કિંજલ રાજપ્રિય’ ના નામ નો ઉલ્લેખ ગમ્યો. કિંજલ ક્યૂટ લાગે છે. પણ કમનસીબે એના ભાગે કરવા માટે કંઈ આવ્યું નથી. કલાઈમેક્સ સાઇન્સ ફિક્શન ને છાજે એવું ક્રિયેટીવ ન લાગ્યું, કદાચ અતિશયોક્તિ વધારે લાગી. કલાઈમેક્સ ની છુટા હાથ ની મારા મારી વાળી એક્શન આખી જકડી રાખતી ઇન્ટેન્સ ફિલ્મ ને હાસ્યાસ્પદ બનવી દે છે! કમાઈમેક્સ થોડો મોડીફાય કરી શકાયો હોત! માર્વેલ સ્ટાઇલ થી મિડ ક્રેડિટ સીન મૂકી ને દિગ્દર્શક એ સિકવલ તરફ ઈશારો કર્યો છે. આશા રાખીયે કે જો આની સિક્વલ બને તો આ નાનકડી વાત નુ ધ્યાન રાખવા મા આવે.

મૅકર્સ ના પ્રયાસ ને સલામ! 🙂

વિક ડેઝ મા નોન પ્રાઈમ ટાઈમ શૉ મા જઈ ને પણ જોવા જેવી ફિલ્મ. પરફેક્ટ એન્ટરટેઇનમમેન્ટ! 👍