Short Circuit

#ShortCircuit

#RJDhvanit

શોર્ટ સર્કિટ હોલિવૂડ ના સ્ટાન્ડર્ડ થી ભલે નખશિખ સાયન્સ ફિક્શન ન હોય, પણ ભારોભાર એન્ટરટેઇનિંગ છે. 2.O જેવા ઓવેરરેટેડ બોલિવૂડ હથોડા કરતા તો લાખ દરજ્જે ટેકનિકલી સાઉન્ડ છે. બોલિવૂડ ના પૈમાના થી પણ શોર્ટ સર્કિટ ‘ઓફબીટ’ કહી શકાય એવી સાહસિક ફિલ્મ છે. બોલિવૂડ પણ જેને છેડતા ચાર વાર વિચાર કરે એવા ‘ટાઈમ લૂપ’ વાળા વિષય ની પસંદગી માત્ર જ મારા માટે ફિલ્મ જોવાનું ધોરણ હતું. પણ ગુજરાતી ફિલ્મ છે એવા કોઈ અહોભાવ વગર પણ ફિલ્મ એના કોન્ટેન્ટ અને ‘મેરીટ’ પર જ દર્શકો ને (પ્રાઈમ ટાઈમ મા શૉ ન હોવા છતાં) થિયેટર સુધી ખેંચી લાવવા સક્ષમ છે. ફિલ્મ મા જરૂર હોય ત્યાં ટેક્નિકલ અને સાયન્ટિફિક ટર્મ નો ઉપયોગ ચોક્કસપણે થયો છે. પણ કોઈ બિન જરૂરી ટર્મ કે કોમ્પ્લીકેટેડ સાયન્સ નો મોહ રાખ્યા વિના ફિલ્મ નો ટોન શક્ય એટલો હળવો રખાયો છે. છતાંય એના થ્રિલ મા ક્યાંય કમી આવતી નથી કે વાર્તા મૂળ મુદ્દા થી ક્યાંય પણ ડેવિયેટ થતી નથી! ફિલ્મ એના પહેલા સીન થી જ જકડી લે છે. દિગ્દર્શક એ સ્માર્ટલી ફિલ્મ માં ગીતો કે ફાલતુ ની લવ સ્ટોરી વાળો સબપ્લોટ ટાળ્યો છે. જેથી કરી ને ફિલ્મ ની થ્રિલ ક્લાઈમેક્સ સુધી જળવાય રહે છે. ગુજરાતી સિનેમા ને અભિષેક જૈન પછી ફૈઝલ હાશ્મી એવા બીજા ડિરેકટર મળ્યા છે જેમની ફિલ્મો ની હવે આતુરતા થી રાહ જોવાશે.

ફિલ્મ ની શરૂઆત મા જ મૅકર્સ એ ‘શોર્ટ સર્કિટ’ હોલિવૂડ ફિલ્મો ’12:01′ અને ગ્રાઉન્ડ હોગ ડે થી પ્રેરિત હોવાનો પ્રમાણિકપણે એકરાર કર્યો છે. પણ બંને ફિલ્મો મે જોઈ ન હોવાથી કદાચ વધુ મજા પડી. ફિલ્મ ની ફેન્ટેસી અને ઇમેજીનેશન ખરેખર રસપ્રદ છે! ધ્વનિત હંમેશા ની જેમ સુપર્બ છે. કોમિક ટાઇમિંગ કે ડાયલોગ મા એ સોલિડ લાગે છે. પણ છતાંય એમની આર.જે. તરીકે ની ઇમેજ નજર થી દુર થતી નથી. કદાચ એટલે જ ઈમોશનલ સિક્વન્સ કે એક્શન મા એટલા જમતા નથી. ટેલેન્ટેડ સ્મિત પંડ્યા ની કોમિક ટાઇમિંગ અમુક રિપીટેટિવ સિક્વન્સ ને બોરિંગ થવા થી બચાવે છે. લેખક-પત્રકાર આશિષ વશી એ ફિલ્મ માં પોલીસમેન નો મસ્ત કેમિયો કર્યો છે. એમણે એક્ટિંગ પર હાથ અજમાવવા માટે ચોક્કસપણે વિચારવું જોઈએ. ફિલ્મ ની ઇન્ટ્રો ક્રેડિટ મા ધ્વનિત પહેલા અભિનેત્રી ‘કિંજલ રાજપ્રિય’ ના નામ નો ઉલ્લેખ ગમ્યો. કિંજલ ક્યૂટ લાગે છે. પણ કમનસીબે એના ભાગે કરવા માટે કંઈ આવ્યું નથી. કલાઈમેક્સ સાઇન્સ ફિક્શન ને છાજે એવું ક્રિયેટીવ ન લાગ્યું, કદાચ અતિશયોક્તિ વધારે લાગી. કલાઈમેક્સ ની છુટા હાથ ની મારા મારી વાળી એક્શન આખી જકડી રાખતી ઇન્ટેન્સ ફિલ્મ ને હાસ્યાસ્પદ બનવી દે છે! કમાઈમેક્સ થોડો મોડીફાય કરી શકાયો હોત! માર્વેલ સ્ટાઇલ થી મિડ ક્રેડિટ સીન મૂકી ને દિગ્દર્શક એ સિકવલ તરફ ઈશારો કર્યો છે. આશા રાખીયે કે જો આની સિક્વલ બને તો આ નાનકડી વાત નુ ધ્યાન રાખવા મા આવે.

મૅકર્સ ના પ્રયાસ ને સલામ! 🙂

વિક ડેઝ મા નોન પ્રાઈમ ટાઈમ શૉ મા જઈ ને પણ જોવા જેવી ફિલ્મ. પરફેક્ટ એન્ટરટેઇનમમેન્ટ! 👍

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s