Alvida ‘Atal’!

અજાતશત્રુ ને અલવિદા! 😦

ક્યારેય વિચાર્યું ન હતું કે એક રાજકારણી ની પણ વિદાય આટલી બધી ખલશે. કોઈ સ્વજન ગુમાવ્યા હોય એવી લાગણી અત્યારે અનુભવાય રહી છે. અટલ ભારતીય રાજનીતિ ના ભીષ્મપિતામહ હતા. માત્ર 2 સીટ્સ માંથી ‘હાર નહીં માનુંગા’ ના સંકલ્પ સાથે કર્તવ્ય પથ પર ચાલતા ગયા અને સંઘર્ષ કરતા ગયા. અને એક દિવસ વિશ્વ ની સૌથી મોટી લોકશાહી નું અભૂતપૂર્વ નેતૃત્વ કર્યું! વાજપેયી જેવું કરિશ્માયી વ્યક્તિત્વ ભારતીય ઇતિહાસ મા ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ છે એવું કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી.

2004 મા જયારે વાજપેયી એ રાજનીતિ ને અલવિદા કરી ત્યારે જ રાજનીતિ ના એક યુગ નો અસ્ત થઈ ગયો હતો. છેલ્લા 10 વર્ષ થી અટલજી ની ત્યબિયત અત્યંત નાદુરસ્ત હતી. એમની સ્મૃતિભંગ ની બીમારી છેલ્લા 10 વર્ષ મા દેશ ને અને ખાસ કરીને ભાજપા ને ખલી છે. કારણકે છેલ્લા દસ વર્ષ મા રાજનીતિ ના પરિપ્રેક્ષય અને દેશ ના માહોલ મા ઘણો ફરક આવ્યો છે. સોશિયલ મીડિયા નો પ્રભાવ વધ્યો છે અને પરંપરાગત રાજનીતિ બદલાઈ રહી છે ત્યારે દેશ મા બનતી હાલની ઘટના ઓ પર સ્વસ્થ વાજપેયી નું મંતવ્ય જાણવું રસપ્રદ રહેત. એમણેે રોપેલા બીજ નું 2014 મા મોટું વટવૃક્ષ બન્યું એ જોવા કે ભારત ના સર્વોચય સન્માન ‘ભારત રત્ન’ સ્વીકાર કરવા સ્વસ્થ ન હતા એનો વસવસો દરેક ભારતીય ને હશે! 😦 માત્ર એમની શખ્શિયત જ નહીં, એમના જેવી વકતૃત્વ કળા અને એમના ભાષણો નો સાહિત્ય રસ પણ ભારતીય રાજનીતિ મા અભૂતપૂર્વ હતો. હિન્દી સાહિત્ય અને કવિતા વાજપેયીજી નો આત્મા હતો. આજ ના જાડી ચામડી વાળા રાજનેતાઓ ના શુષ્ક અને ખોખલા ભાષણો આગળ એમના 20-25 વર્ષ જૂના ભાષણો સાંપ્રત સમય મા પણ એટલા જ રિલેવન્ટ અને ચોટદાર લાગે છે.

માત્ર ભારતીય રાજનીતિ જ નહીં, જ્યારે જયારે વિશ્વ મા ‘લોકશાહી’ નો ઉલ્લેખ થશે ત્યારે ઇતિહાસ મા અમરત્વ પ્રાપ્ત કરી ચૂકેલા આ યુગપુરુષ નું નામ ગર્વ થી લેવાશે. આઝાદી પછી માં ભારતી ના સૌથી મોટા સપૂત વાજપેયી ને કહેવું મને જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી લાગતું.

”અટલ’ જી ને શ્રદ્ધાંજલિ. 👏

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s