Sacred Games : Season 1

#SacredGames

#Netflix

#DigitalPlatform

નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ જેવા ડિજિટલ પ્લેટફોર્મ ની ક્રાંતિ થી બોલિવૂડ ની mediocrity અને સેન્સર ની ઝંઝટ થી ચોક્કસપણે છુટકારો મળશે. પણ આ ક્રાંતિ બેધારી તલવાર છે. એનો ઉપયોગ આડા અવડા સીન નાખી ગલગલીયા કરાવવા પણ થઈ શકે અને સેક્રેડ ગેમ્સ જેવા brilliant કોન્ટેન્ટ તૈયાર કરવામાં પણ થઈ શકે! સેક્રેડ ગેમ્સ ની પહેલી સિઝન મા લગભગ અડધો ડઝન સેક્સ સીન છે પણ એકેય સીન મા મૂળ વાર્તા થી ક્યાંય પણ distract થવાતું નથી. અલબત્ત, આ સીન્સ વાર્તા નો જ ભાગ છે અને તમામ એકદમ મેચ્યોરિટી થી ભજવાયા છે. સેક્રેડ ગેમ્સ મા બોલાતી બેફામ ગાળો એ વાર્તા ના બેકડ્રોપ ને ઓથેન્ટિસિટી આપે છે. આ વેબ સિરીઝ જેટલા બોલ્ડ પોલિટીકલ સ્ટેટમેન્ટ્સ ભારત મા અગાઉ ક્યારેય થયા નથી. એક સમય હતો જ્યારે કોંગ્રેસ ને ફિલ્મ ‘રાજનીતિ’ નો એક સામાન્ય કહી શકાય એવો સંવાદ ‘સબ કુછ સમેટ કર લે ગઈ વિધવા’ પણ નડ્યો હતો અને પ્રકાશ ઝા ને એ સંવાદ મા તાત્કાલિક ધોરણે ‘વિધવા’ શબ્દ ને ‘બિટીયા’ થી બદલવો પડ્યો હતો. જ્યારે આજે રાજીવ ગાંધી પર સીધી અને ગંભીર કોમેન્ટ થઈ હોવા છતાં કોંગ્રેસ લાચાર છે! આ જ ડિજિટલ પ્લેટફોર્મ ની તાકાત છે. અને ડિજિટલ પ્લેટફોર્મ ની આ લિબર્ટી નો ફેન્ટમે (અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણી) સેક્રેડ ગેમ્સ મા બખૂબી ઉપયોગ કર્યો છે. ☺

બાય ધ વે, સોશિયલ મીડિયા મા છેલ્લા 18 દિવસ થી સેક્રેડ ગેમ્સ નો hype જોઈ ને આ વેબ સિરીઝ જોવાનું જાણે સામાજિક પ્રેશર હતું! 😉 અને અંતે અંકે 400 મિનિટ્સ ફાળવી ને એક જ બેઠકે સિઝન 1 પૂર્ણ કરી નાખી. અને સિઝન 1 જોઈને અનુભવ્યું કે સોશિયલ મીડિયા નો આ hype વ્યાજબી છે. કારણકે Narcos જેવી ધરખમ અમેરિકન સિરીઝ ને આ ભારત નો ટેક્નિક અને કોન્ટેન્ટ થી જવાબ છે. વિક્રમ ચંદ્રા ની દળદાર નોવેલ ના adoption એવી આ સિરીઝ ની વાર્તા મા આમ તો ખાસ નવીનતા નથી. મુંબઇ હજી બોમ્બે હતુ ત્યાર નું બેકડ્રોપ, એ જ અંડરવર્લ્ડ, એ જ માફિયા, એ જ 90 નો દાયકો, હિન્દૂ-મુસ્લિમ નું ઘર્ષણ, કેન્દ્ર ની રાજકીય અસ્થિરતા અને બોમ્બે ના ભગવાન બનવાની મહત્વકાંક્ષા! દારુણ ગરીબી. એ ગરીબી માંથી નીકળી હજારો લાખો લોકો ની જેમ માયાનાગરી બોમ્બે મા રોટી ની તલાશ મા આવેલો યુવાન. બોમ્બે ની ચાલી મા જાનવરો જેવી સડકછાપ જિંદગી થી ગ્લેમરસ બોમ્બે ની સફર. વત્તે ઓછે એંશે મુંબઈ ના તમામ અન્ડરવર્લ્ડ ડોન અને ગેન્સ્ટર્સ ની આ જ કહાની હોય છે. પણ આ સફર દરમ્યાન જે કંઈ ઘટે એમા ભારોભાર ડ્રામા અને થ્રિલ હોય છે. બોલિવૂડ મા અને નોવેલ્સ મા અનેક વખત કહેવાય ગયેલી આ વાર્તા નુ જ સેક્રેડ ગેમ્સ એક સ્વરૂપ છે. પણ સેક્રેડ ગેમ્સ ની ટેક્નિકાલીટી, ટ્રીટમેન્ટ, ડિટેઇલીંગ અને એક્ટિંગ ને કારણે જોઈ ને લાગે કે કદાચ આ વિષય ને આનાથી વધુ સારી રીતે પ્રેઝન્ટ થઈ જ ન શકે. વરુણ ગ્રોવરે આ crime saga ને ખૂબ જ રસપ્રદ રીતે mythological રેફરન્સ સાથે રજૂ કર્યા છે. તમામ એપિસોડ્સ મા કોઈ ને કોઈ mythological ઘટના નો મેટફાર છે. અને તમામ એપિસોડ્સ ના નામ પણ એકદમ રસપ્રદ છે! આ સિરીઝ નું સ્ટોરીટેલિંગ એકદમ non linear છે. અહીંયા બિલકુલ સ્પૂનફિડિંગ નથી. એક સાથે ત્રણ દાયકા ની વાર્તા સમાંતર કહેવાતી હોય. અને એમા સબપ્લોટ્સ પણ ખરા. અહીં તો પાત્રો પણ non linear રીતે ઈન્ટ્રોડ્યુસ થાય! વર્તમાન મા કોઈ વાત કહેવાતી હોય ત્યાં અચાનક 90s ના દાયકા નુ પાત્ર ઈન્ટ્રોડ્યુસ થાય અને વર્તમાન ની ખુટતી કડીઓ આપણી રીતે કળવાની! અમુક વખતે આપણા દિમાગ મા પણ પેરેલલ પ્લોટ્સ ચાલે! મારે અગાઉ કોઈ ભારતીય ફિલ્મ કે સિરિયલ મા આટલું મગજ નથી ચલાવવું પડ્યું! પણ સેક્રેડ ગેમ્સ નું સૌથી જમા પાસું હોય તો એની અનુરાગ કશ્યપ ના એક્ટિંગ ના અખાડા મા કસાયેલી કાસ્ટ અને વરુણ ગ્રોવર આણી મંડળી નું સોલિડ રાઇટિંગ છે. જોકે આશ્ચર્યજનક રીતે રાધિકા આપ્ટે એના પાત્ર મા એકદમ મિસફિટ લાગે છે! 🙂

હજી તો 947 પેજ ના દળદાર પુસ્તક ની પા ભાગ ની વાર્તા સિઝન 1 મા કવર થઈ છે. લગભગ ચાર સિઝન આવવી જોઈએ. પ્રથમ સિઝન મા તો જેટલા જવાબ મળ્યા એ જવાબ જ બીજા દસ સવાલ ઉભા કરે એવા છે. આ જોતા આગામી સિઝન વધુ રસપ્રદ અને વધુ લેયર્ડ રહેવાની પૂરેપૂરી સાંભવના છ! ☺

PS – સિઝન 1 મા ઘણા સવાલ unanswered જ રહી ગયા. પણ આ સિઝન પછી સોશિયલ મીડિયા ના સેક્રેડ ગેમ્સ પર ના મેમેઝ જરૂર crack કરી નાખ્યા! 😉 જે લોકો એ હજી સેક્રેડ ગેમ્સ નથી જોઈ એમને હું Durex ની માર્કેટિંગ ટીમે બનાવેલા આ રસપ્રદ મેમે ને crack કરવાનું task આપું છું. (મને ખબર છે ‘મેમે’ નહીં, ‘મીમ્સ’ કહેવાય. આથી એ વિષય નું જ્ઞાન કોઈએ પેલવું નહીં!) 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s