Padman

પેડમેન ફિલ્મ મા એક દ્રશ્ય છે. લક્ષ્મીપ્રસાદ(અક્ષય કુમાર) એક મેડિકલ સ્ટોર મા પત્ની માટે ‘સેનેટરી પેડ’ લેવા જાય છે. પણ મેડિકલ સ્ટોર મા બોલતા અચકાય છે. અને એ પેડ ને ‘લેડીઝ પ્રોબ્લેમ’ તરીકે માંગે છે. દુકાનદાર પણ એ પેડ ને કાઉન્ટર નીચે થી સરકાવીને ધીમે થી આપે છે, જાણે કોઈ કેરકાયદેસર દ્રગ્સ આપતો હોય! કારણકે બાજુમા મહિલાઓ ઉભી છે. મહિલાઓ ના ઉપયોગ ની વસ્તુ મહિલાઓ થી જ છુપાય ને આપવી પડે! બસ આ સીન જ ભારત મા આ વિષય કેટલો અશ્પૃશ્ય છે એ બતાવવા પૂરતો છે. ઘણીવાર આપણે આપણા ઘર મા કે આસપાસ પણ પિરિયડ મા છે, સારા નથી અથવા પવિત્ર નથી જેવા સંવાદો સાંભળ્યા હશે. શરીર ના અન્ય અંગો ની જેમ આ પણ શરીર નું અંગ જ છે ને જે કુદરતી રીતે બ્લીડ કરે એમા અપવિત્રતા કે અશ્પૃશ્યતા ક્યાંથી આવી. એક બાજુ મલ્ટીનશનલ કંપનીઓ મા મહિલા કર્મચારીઓ ને પીરિયડ્સ ના દિવસો મા છુટ્ટી આપવી જોઈએ એના પર ડિબેટ ચાલે છે અને બીજી બાજુ ભારત ના લાખો ગામડા અને ફોર ધેટ મેટર નાના શહેરો ના હજારો કસ્બાઓ મા પણ આ વિષય ને ટચ કરવો વર્જિત છે. ભારત મા માત્ર આર્થિક જ નહિ દરેક સ્તરે ભયંકર અસમાનતાઓ પ્રવર્તે છે.

લક્ષ્મીપ્રસાદ(અક્ષય કુમાર) એ ગરીબ અને અભણ છે પણ એ એટલું તો સમજે જ છે કે પીરિયડ્સ મા અલાયદું રહેવું એ ગેરમાન્યતા છે અને જે કપડું એની સાઇકલ સાફ કરવા સુદ્ધા ઉપયોગ મા ન લઈ શકાય એવુ કપડું જો એની પત્ની પીરિયડ્સ મા ઉપયોગ કરે એ unhygienic કહેવાય. આ એક બીમારી નું ઘર જ છે. એટલે તે એને મોંઘી લાગતી ‘રુઈ કી પુડિયા’ પણ એની પત્ની અને ઘર ની મહિલાઓ માટે ખરીદી લાવે છે. પણ સમાજ ની જડતા સાથે એનો સંઘર્ષ થાય છે. પોતાની દેસી પેડ બનાવવાની ગાંડી જીદ થી તે અંગત સંબંધો પણ ગુમાવે છે. પત્ની પણ ‘આપ હમ ઔરતો કે પ્રોબ્લેમ મે મત પડીયે, શર્મ સે મર જાને સે બહેતર હૈ બીમારી સે મર જાના’ કહી ને એને નકારી દે છે. પણ લક્ષ્મીપ્રસાદ હાર માનતો નથી. ઘણા સંઘર્ષ અને મહેનત પછી એ મહિલાઓ માટે કલ્યાણકારી એવા સસ્તા સેનેટરી પેડ બનાવવાના મશીન નો ક્રાંતિકારી આવિષ્કાર કરે છે. એ પોતે સોશિયલ એન્ટ્રાપ્રિનિયોર બની જાય છે. અને યુનાઇટેડ નેશન મા તૂટેલા અંગ્રેજી મા વટ થી કહી શકે કે ‘આઈ નોટ સ્ટડી આઈ.આઈ.ટી., આઈ.આઈ.ટી. સ્ટડી મી’. મૂળ તમિલનાડુ ના કોઈમ્બ્તૂર ના રિયલ લાઈફ પેડમેન પદ્મશ્રી અરુણાચલમ મુરુગનાતમ ની સમાજ સાથે ના સંઘર્ષ અને સકસેસ ની અસામાન્ય ગાથા નું આ ‘પેડમેન’ એ ફિલ્મી રૂપાંતરણ છે.

કહેવાય છે કે ફિલ્મો એ એક piece of art છે અને/અથવા મનોરંજન છે. પણ સામાજિક મુદ્દા ને રજૂ કરતી ફિલ્મો આ બંને થી વિશેષ હોય છે. પેડમેન એ menstruation જેવા taboo વિષય ની ખૂબ જ અસરકારક રજૂઆત છે. રિયલ લાઈફ ‘પેડમેન’ અરુણાચલમ મુરુગનાથમ ના સંઘર્ષ અને સકસેસ ની ગાથા છે. આ ડોક્યુમેન્ટ્રી નથી, ફિલ્મ છે. એટલે મેલોડ્રામા તો હોવાનો જ. સામાજિક ફિલ્મ મા એનાથી વાંધો પણ ન હોવો જોઇએ. ફિલ્મ મા રિયલ લાઈફ પેડેમન ના સંઘર્ષ ને ગ્લોરીફાય અને ડ્રામેટાઇઝ કરાયો છે અને એ થવો પણ જોઈએ. કેટલાક ફિલ્મી બુદ્ધિજીવીઓ ‘પેડમેન’ એ આ વિષય ની પ્રથમ ફિલ્મ નથી અને અગાઉ એક ડોક્યુમેન્ટ્રી અને બે ફિલ્મો (એક અનરિલીઝડ) આવી ચૂકી છે એમ કહી આ ‘પેડમેન’ ના કામર્શિયલાઇઝેશન ને કોસી રહ્યા છે. પણ આવી સામાજિક સંદેશા વાળી મેઈન સ્ટ્રીમ ફિલ્મો બને એ ફાયદો જ છે. આ માટે ટ્વિન્કલ ખન્ના અભિનંદન ને પાત્ર છે. સ્વભાવિકપણે અક્ષય કુમાર ની ‘માસ અપીલ’ આવી ગયેલી તમામ ફિલ્મો કરતા વધુ જ હોવાની. 🙂

એક ફિલ્મ તરીકે જોઈએ તો પણ ફિલ્મ હળવીફુલ અને મસ્ત છે. મૂળ કોન્સેપ્ટ ટ્વિન્કલ ખન્ના નો હોય એમનો ટચ સ્પષ્ટપણે જણાય આવે છે. ફિલ્મ ના ઇમોશન્સ પણ કંટ્રોલ્ડ છે, એટલે અહીંયા ‘ટોયલેટ’ જેવો કંટાળો નથી. આર બાલ્કી છેલ્લે સુધી ફિલ્મ ના કોન્સેપ્ટ ને વળગી રહ્યા છે, એમની અગાઉ ની ફિલ્મો ની જેમ આ ફિલ્મ મા મૂળ વાત થી ડિસ્ટ્રેકશન આવતું નથી. સ્વાનંદ કિરકીરે ના સંવાદો મજા ના છે અને અમિત ત્રિવેદી નું મ્યુઝિક કર્ણપ્રિય. સોનમ અને અક્ષય સોલિડ! પણ રિધિકા આપ્ટે ના ભાગે (સારી એવી સ્ક્રીન પ્રેઝન્સ છતાંય) ખાસ કંઈ કરવાનું આવતુ નથી.

ઘર ની તમમ મહિલાઓ/છોકરીઓ સહિત સપરિવાર જોવા જેવી મસ્ટ વૉચ ફિલ્મ! 👍

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s