Phantom Thread

વર્ષ ની શરૂઆત અફલાતૂન મ્યુઝિકલ ફિલ્મ ‘The greatest Showman’ થી કરી હતી. પછી વચ્ચે ‘All the money in the world’ જેવી weird કહી શકાય એવી ફિલ્મ જોઈ. આ બંને ફિલ્મ જોઈ ને એના વિશે લખવાનો ધક્કો વાગ્યો હતો. પણ આળસ! જોકે કાચો ડ્રાફ્ટ Lappy મા રેડી છે. પરંતુ ફિલ્મ એમેઝોન પ્રાઈમ કે ટોરેન્ટ પર આવી જાય પછી લખવાનો કોઈ અર્થ રહી જતો નથી! પણ ગઈકાલે દાદુ હોલિવૂડ એકટર ડેનિયલ ડે લુઈસ ની ફેરવેલ ફિલ્મ ‘Phantom thread’ જોઈ ને બધી આળસ ખંખેરી ને આ લખવા માટે પ્રેરાયો. ફિલ્મ તો કલાસિક કક્ષા ની છે જ પણ લખવાનુ કારણ ફિલ્મ નહીં પણ અભિનેતા ડેનિયલ ડે લુઈસ છે. ગત વર્ષે તેઓએ એક સાંજે નક્કી કર્યું કે ફેન્ટમ થ્રેડ એમની અંતિમ ફિલ્મ હશે. ઓસ્કાર જેમને ઉજવે છે એવા આ 60 વર્ષીય દાદુ એકટર શું કામ રિટાયર થતા હશે એ સવાલ ફિલ્મ જોઈ ને ચોક્કસપણે થાય! પશ્ચિમ મા કારકિર્દી ના શિખર પર રહી ને રિટાયર થવાનો રિવાજ છે જ. પણ આપણા ખુરશીપ્રેમી ભારતીયો ને આ જોઈ નવાઈ લાગે. ન્યુઝીલેન્ડ ના તેજતરાર વડાપ્રધાન જ્હોન કી એ 2016 મા અચાનક રાજીનામુ આપી ને બધા ને ચોંકાવી દીધા હતા. આગામી ટર્મ મા વડાપ્રધાન બનવા તેઓ હોટ ફેવરિટ હતા. પણ તેઓએ કારકિર્દી ની ટોચ પર રહી ને ‘હેપીયર નૉટ’ પર જ વિદાય લેવાનું નક્કી કર્યું. આના થી પણ વધારે આશ્ચર્ય આપણને ડેનિયલ ની વિદાય પર થાય. શારીરિક રીતે પણ તેઓ ફિટ ઍન્ડ ફાઇન છે! જો એ ધારે તો અન્ય 10 ફિલ્મો આરામ થી કરી શકે. બોક્સ ઓફિસ અને માર્કેટ ફેંકી દે ત્યારબાદ જ (પરાણે) વિદાય લેવા ટેવાયેલા આપણા અભિનેતાઓ એ આ વાત શીખવી જોઈએ! અને ડેનિયલ એ ફેન્ટમ જેવી એક કલાસિક ફિલ્મ સાથે ફેરવેલ લેવાનુ નક્કી કર્યું! જો તેઓ માય ‘my left foot’ પછી પણ રિટાયર થઈ ગયા હોત તો એમની ગણતરી હોલિવૂડ ના મહાનત્તમ અભિનેતાઓ મા થાત. પણ ફેરવેલ લેવા માટે આનાથી સારી ફિલ્મ હોય જ ન શકે! 🙂

ફેન્ટમ થ્રેડ નું સ્ટોરી ટેલિંગ એકદમ unconventional છે. ફિલ્મ ની વાર્તા તો કળી શકાય એવી છે. કોઈ મેજર ટ્વિસ્ટ કે ટર્ન નહીં. પણ ફિલ્મ મા બધુ જ બીટવિન ધી લાઈન સમજવાનું. ફિલ્મ નું ફલાણુ પાત્ર આમ કેમ બીહેવ કરે છે એ લોજિક દોડાવવાનું. કેરેક્ટર નો મૂડ સંવાદ પર થી નહીં પણ એમના હાવભાવ થી જાણવાનો. ફિલ્મ મા એક દ્રશ્ય છે. રેનોલ્ડસ વૂડકોક(ડેનિયલ ડૅ લુઈસ) ફેશન ડીઝાઇનર છે. એમના ફેશન સ્ટુડિયો મા તેઓ કામ કરી રહ્યાં છે, ત્યારે એમના થી લગભગ અડધી ઉંમર ની પ્રેમિકા અલ્મા(વિકી ક્રિપ્સ) ડાઇનિંગ ટેબલ પર કઈ ખાઈ રહી છે. અને અને એ ખાવા નો અવાજ એમને પસંદ નથી એટલે તેઓ અલ્મા ને એક ગુસ્સાભર્યો લૂક આપે. એટલે આપણે એમનો સ્વભાવ અને એમના કામ નું પરફેક્શન સમજી જવાનું. એમ્બેસેડર કરતા પણ જૂની વિન્ટેજ ગાડીઓ જોઈને ફિલ્મ મા 1950 ના દાયકા ની વાત છે એ સમજી લેવાનું! ફિલ્મ મા કશું પણ સ્પૂન ફીડિંગ નથી અને ફિલ્મ મા મનોરંજન ની માત્રા પણ બિલકુલ નહિવત. રેગ્યુલર મૂવી ગોઅર્સ ને ફિલ્મ ભયંકર ધીમી કે બોરિંગ લાગી શકે. પણ જો લોજિકલી તમે ફિલ્મ થી કનેક્ટ થઈ શકો તો આ ફિલ્મ દિલ અને દિમાગ વચ્ચે નો સંવાદ છે! ફિલ્મ મા નાના મજા પડે એવા heartfelt સંવાદો છે, જે ક્લાસિકલ જેવા ધીમા બેકગ્રાઉન્ડ મ્યુઝિક મા દિલ ને અસર કરે છે. રેનોલ્ડસ વૂડકોક નું કામ જ એનું પેશન છે, જવાનીભર એના પાસે રિલેશનશિપ મા પડવાનો સમય જ ન હતો. સ્વભાવે ફૂડી. પણ ફૂડ પણ એના કામ મા આડે ન આવે! કામ ના સમયે મનભાવતી ટ્રીટ વાળી સરપ્રાઈઝ પણ ન ગમે. પણ તેઓ ઢળતી ઉંમરે એક યુવાન વેઇટ્રેસ ના પ્રેમ મા પડે છે, પણ હજી ય પ્રથમ પ્રેમ તો એમનું કામ જ છે. આખી ફિલ્મ માં આ બેલેન્સ ની મથામણ ની જ વાત છે! ડેનિયલ ના કેરેક્ટર મા ભારોભાર ડ્રામા છે, પણ એમની એક્ટિંગ એકદમ ‘raw’ લાગે છે. ક્યાં એક્ટિંગ નથી કરવાની એ ડેનિયલ બરાબર જાણે છે. કદાચ એટલે જ ડેનિયલ ઓસ્કાર મા ઉજવાય છે! 🙂

ફેન્ટમ થ્રેડ એ એકંદરે Gothic romance જેવી ગાથા છે, આખી ફિલ્મ crude હોવા છતાં તમામ કેરેકટર્સ ગમે છે! ફિલ્મ મહાન Romance saga તો નથી પણ ડેનિયલ ના અભિનય ને કારણે કલાસિક કક્ષા ની કહી શકાય. પણ એના માટે ફિલ્મ ના હાર્દ થી કનેક્ટ થવું પડે. જો તમારી જાત ને ફિલ્મ થી કનેક્ટ કરી શકો તો એ ઠંડી breeze છે! 😊👍

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s