Padmavat

#Padmavat :

પ્રમાણિકપણે કહું તો આ વાર્તા માં ફિલ્મ માટે નું કોન્ટેન્ટ જ નથી! પદ્માવત એ એક ઓર્ડિનરી વાર્તા નું ભણસાલીનું રાબેતા મુજબ નું ભવ્યાતિભવ્ય અને લાર્જર ધેન લાઈફ ડ્રામેટાઇઝેશન છે. પણ વાર્તાને ગૌણ ગણીએ તો પદ્માવત એ હંમેશા ની જેમ ભણસાલી ની વિઝ્યુઅલ ટ્રીટ છે, ગ્રાન્ડ સિનેમેટિક એક્સપિરિયન્સ છે. આઇમેક્સ 3D માં અને જાયન્ટ સ્ક્રીન પર જ લેવા જેવો એક્સપિરિયન્સ! કારણકે ફિલ્મ માં જે કંઈ છે એ વિઝ્યુઅલ્સ અને ભવ્યતા જ છે, એટલે લેપટોપ કે મોબાઈલ માં આ ફિલ્મ એકદમ ઓર્ડિનરી લાગી શકે. પણ ફિલ્મ રિલીઝ નહીં ‘કરની સેના’ વાળા બુદ્ધિ ના બારદનો અને સુપ્રીમ કોર્ટ ના ઓર્ડર પછી પણ કાયદો અને વ્યવસ્થા ન જાળવી શકતી નમાલી ગુજરાત સરકાર ને કારણે ગુજરાતીઓ અને ખાસ કરી ને રાજપૂતો એમના પૂર્વજો ની વીરતા ની કહાની થી વંચિત રહી જશે!

ફિલ્મ માં રાજપૂતો ની શૌર્યગાથા છે. ક્ષત્રિય વીરતા અને સિધ્ધાંતો ને આ ફિલ્મ જેટલું ગ્લોરીફાય ભાગ્યે જ કોઈ ફિલ્મ માં અત્યાર સુધી કરાયું છે. ક્ષત્રિયો એ તો આ ફિલ્મ પર ગર્વ લેવો જોઈએ! એટલું જ નહીં, ભણસાલી એ રાજપૂત વીરતા ને વધુ ગ્લોરીફાય કરવા જ મલિક મહોમ્મદ જયસી ની મૂળ વાર્તા માં છેડછાડ (cinematic liberty! 😉 ) કરી છે. જો ઇતિહાસ ના છેડછાડ થી વાંધો જ હોય તો એમણે આ બાબતે વિરોધ કરી શકાય! 😉 અને બીજો વિરોધ ફિલ્મ માં સતીપ્રથા જેવા કુરિવાજ ને રાજપૂતો ની આન-બાન-શાન સાથે જોડાઈ છે એના પર હોવો જોઈએ! બાકી ફિલ્મ માં બૅન તો દૂર, ડિબેટ ઉભી થાય એટલું પણ વાંધાજનક કોન્ટેન્ટ નથી.

પરફોર્મન્સ વાઈઝ જોઈએ તો આ ફિલ્મ રણવીર સિંહ ની સોલો ફિલ્મ છે! જો પદ્માવત હોલિવૂડ ફિલ્મ હોત તો ચોક્કસપણે રણવીર ઓસ્કાર મા છવાય જાત! ફિલ્મ માં અલાઉદ્દીન ને ખીલજી ની નકારાત્મકતા ને સોલિડ રીતે દર્શવાઇ છે. ફિલ્મ માં અલાઉદ્દીન ખીલજી ને ક્રૂર, દગાબાજ, બળાત્કારી અને સમલૈંગિક બતાવાયો છે! અને રણવીર સિંહ ની આ ક્રૂરતા ફિલ્મ માં પડદો ફાડી ને બહાર આવે છે. પણ આશ્ચર્યજનક રીતે રાજપૂત રાજા તરીકે શાહિદ બીલકુલ પ્રભાવશાળી લાગતો નથી. ચહેરા પર ગાઢ દાઢી અને અને શરીર પર સ્નાયુઓ ના ગઠ્ઠા હોવા છતાં એની અંદર ની ચોકલેટી ઇમેજ જ બહાર આવ્યા કરે છે. શાહિદ નો અવાજ પણ નબળો છે. રાજા રતનસિંહ તરીકે કોઈ સાઉથ નો અલમસ્ત એકટર અથવા જિમ્મી શેરગિલ જેવો ઘડાયેલો એકટર હોત તો વધુ જલસો પડત! દીપિકા અપીલિંગ છે પણ દીપિકા અને અદિતિ રાવ હૈદરી નો રોલ જો અદલાબદલી કરી દીધો હોત તો વધુ મજા પડત. દીપિકા ની સરખામણીએ અદિતિ ને વધુ ‘નાયાબ ચીજ’ કહી શકાય! 😉

વિકેન્ડ્સ પર દમણ જઈને પણ જોવા જેવી ફિલ્મ! તમે ગુજરાત માં પ્રતિબંધિત વસ્તુઓ નો વગર ‘સેન્સર’ એ આનંદ માણી શકશો! 😉

******************************
દારૂ પીવો અને પદ્માવત જોવી એ ભૌગોલિક ગુનો છે! 😉 બાય ધ વે, રૂપાણી સાહેબ પાસે ગુજરાત માં એમઝોન ને બૅન કરવા હજી બે-એક મહિના નો સમય છે! 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s