Secret Superstar

Tag : #Aamirkhan #AdvaitChandan #ZairaWasim #SecretSuperStar :

બોલિવૂડ ના અત્યારે ‘અચ્છે દિન’ ચાલી રહ્યા છે. બરેલી કી બરફી, શૅફ અને હવે સિક્રેટ સુપરસ્ટાર. બોલિવૂડ માં કચરો જ ફિલ્મો બને છે એવી ફરીયાદ કરવા વાળા માટે બોલિવૂડ નો આ ‘કન્ટેન્ટ’ થી જવાબ છે. અને સિક્રેટ સુપર સ્ટાર એ ફરી થી સાબિત કર્યું છે કે ‘Content is the king’! આમિર ખાન ફિલ્મ સાથે જોડાયેલ હોય એ ફિલ્મ કયારેય નિરાશ કરતી નથી! તારે જમીન પર હોય, દંગલ હોય કે પછી સિક્રેટ સુપરસ્ટાર. આ તમામ ફિલ્મો ઓવર મેલોડ્રામેટિક બનવાની પૂરેપૂરી સંભાવના હતી. પણ તમામ ફિલ્મો નો ડ્રામા એના કન્ટેન્ટ ને કારણે તાર્કિક અને કંટ્રોલ્ડ લાગે છે અને સીધો દિલ ને અડે છે. ચોક્કસપણે આના પાછળ ડિરેક્ટરો ની માવજત તો છે જ પણ આમિર ખાન ના ઇનપુટ્સ પણ એટલા જ અગત્ય ના હોય છે, અને આમિર ખાન નું કેરેક્ટર ને જીવવું જ દર્શકો ને ફિલ્મ સાથે કનેક્ટ કરે છે. આમિર કેરેકટર ને જીવે છે અને દર્શકો ફિલ્મ ને જીવે છે! આ ફિલ્મ માં આમિર નું કેરેક્ટર ભલે સપોર્ટિંગ છે પણ સોલિડ છે. આમિર ખાને પોતે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ નું સુકાન કાબેલ ડેન્યૂટન્ટ અદ્વૈત ચંદન ને સોંપ્યુ છે, અને તેઓ આમિર ખાન ને બિલકુલ નિરાશ કરતા નથી. અને આમિર ખાન ના લેવલ ની જ એક સોલિડ ફિલ્મ આપી છે!

દંગલ ફેઈમ ઝાઇરા વસીમ અત્યારે ફૂલ ફોર્મ માં છે. ફિલ્મ માં એના ‘ઈન્સિયા મલિક’ ના પાત્ર ને તે જાણે ઘોળી ને પી ગઈ છે. ઇન્સિયા વડોદરા ની મિડલ કલાસ મુસ્લિમ પરિવાર ની ટીનએજ છોકરી છે, જે સિંગર બનવાના સપના જુએ છે, પણ એનો રૂઢિવાદી બાપ એની સિંગર બનવાની રાહ માં રોડો બને છે, એને ગિટાર થી સખત નફરત છે. પણ ઈન્સિયા નું દ્રઢપણે માનવું છે કે સપના તો જોવા જ જોઈએ. સપના વગર જીવવા નો કોઈ પોઇન્ટ નથી! પણ ઇન્સિયા ની અભણ માં એના સિંગીંગ ના પેશન ને પોષવા એના થી બનતા પૂરતા પ્રયત્નો કરે છે. ઇન્સિયા એક દિવસ યુટ્યૂબ પર ધનુષ નો ‘કોલાવેરી ડી’ વાળો વીડિયો જુએ છે. અને તેનાથી પ્રેરિત થઈ ને ઇન્સિયા ઓળખ છુપાવી પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરે છે અને તે ઓવરનાઇટ યુટ્યુબ સેન્સેશન બની જાય છે. અને આ સિક્રેટ સુપરસ્ટાર ની જર્ની ક્યાં સુધી પહોંચે છે એ સંઘર્ષભરી ઈમોશનલ જર્ની એટલે ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર. અદ્વૈત ચંદન એ એક જ ફિલ્મ મા માં-દીકરી નું બોન્ડિંગ, રૂઢીચુસ્તા, ડોમેસ્ટિક વાયોલેન્સ, ટેકનોલોજી નો ઉપયોગ થી લઈ ને ટીનેએજ ના પ્રથમ પ્રેમ સુધી ના અલગ અલગ પાસાઓ નું ચિત્રણ બખૂબી આવરી લીધું છે! ફિલ્મ ના સૌથી મજબૂત બે પાસા છે, એક ફિલ્મ નું સોલિડ રાઇટિંગ અને બીજું પરફેક્ટ કાસ્ટિંગ. આમ તો ફિલ્મ ને ગુજરાત પણ કનેક્શન છે અને ફિલ્મ માં ગુજરાતીપણું સુંદર રીતે દર્શાવાયું છે.

જો મિનિંગફુલ સિનેમા પસંદ હોઈ અને ઈમોશનલ સબ્જેક્ટ હેન્ડલ કરી શકતા હોવ તો આ મસ્ટ વૉચ ફેમિલી ફિલ્મ છે! 😊

ફ્રી હિટ :

બુરખો એ ગુલામી અને રૂઢીવાદ નું પ્રતિક છે. પણ એ જ બુરખા ને ‘આઝાદી’ નું પ્રતિક બનાવી ગુલામી ની બેડીઓ માંથી છુટવા ની અદ્ભૂત જર્ની એટલે ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’! 👌👍

A must watch!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s