Chef :

Tag : #Chef  #SaiAlikhan  #Kerala

હાર્ટ વોર્મિંગ ફિલ્મ. 2017 ની શ્રેષ્ઠ ફિલ્મો પૈકી ની એક!

ડિરેકટર રાજાકૃષ્ણ મેનન ની આ શૅફ 2014 મા આવેલી હોલિવૂડ ડિરેકટર જૉન ફૅવરો ની એજ નામ ની મજાની ફિલ્મ ની ઓફીશિયલ રિમેક છે. મોટે ભાગે આપણે ત્યાં રિમેક ના નામે મૂળ ફિલ્મ ના સંદર્ભ નું કચ્ચરઘાણ વાળી દેવા મા આવે કાં તો મૂળ ફિલ્મ ને ક્રેડિટ આપ્યા વગર નગ્ન રીતે કૉપી-પેસ્ટ કરવા મા આવે. પણ અહીંયા તો મૂળ ફિલ્મ ને કાયદેસર ક્રેડિટ આપવા માં આવી છે, અને મૂળ ફિલ્મ નું ભારતીય સંદર્ભ મા ફાંકડું adoption કરવા મા આવ્યું છે. રાધર, મૂળ ફિલ્મ ના સંદર્ભ ને મઠારી ને ભારતીય સંદર્ભ મા વધુ લેયર્ડ બનાવાયો છે.

ફિલ્મ નું સેન્ટર ફૂડ પોર્ન છે. પણ અહીં ફૂડ માત્ર મેટાફર છે. ફિલ્મ નો નાયક ડિવોર્સી છે, જે યુ.એસ.એ. ની એક રેસ્ટોરાં માં ત્રણ મિશેલીન સ્ટાર ધરાવતો એક પેશનેટ શૅફ છે. જે સારા ડૉલર છાપી રહ્યો છે, પણ પર્સનલ લાઈફ માં ડિસ્ટર્બ છે. એનો દીકરો એની એક્સ વાઈફ સાથે કેરળ ના કોચીન માં રહે છે. નાયક ને દીકરા સાથે હજી સારા સંબંધ છે. તે અવારનવાર દીકરા સાથે વીડિયો ચેટ કરી લે છે. નાયક(સૈફ અલી ખાન) અને નાયિકા (ઓવારી જવાય એટલી સુંદર અને સુપર્બ મલયલી એક્ટ્રેસ પદ્ધમપ્રિયા જયરામન) વચ્ચે ડિવોર્સી હોવા છતાં હજી પણ મૈત્રીપૂર્ણ સંબંધ છે, જેથી બાળક ને બંને ની હૂંફ મળી રહે. નાયક એક દિવસ પોતાના દીકરા પાસે પાછો ફરે છે અને પછી ફેલાય છે દેશી માટી ની સુવાસ. પિતા-પુત્ર નું બોન્ડિંગ, આઉટડેટેડ આઈડિયા છોડી ને નવુ કરવાની-શીખવાની ધગશ, પરિવાર અને પોતીકા સાથે નો સમય, ડિવોર્સ પછી પણ બાળક માટે થઈ ને સાથે આવવાની પરિપક્વતા, ટ્રાવેલ, અને વ્હોટ આઈ નિડ એન્ડ વ્હોટ આઈ વૉન્ટ વચ્ચે નો તફાવ કરી શકવાની સમજ. ડિરેકટર રાજાકૃષ્ણ મેનન એ આ બધા જ પાસા ‘ફૂડ’ ની આસપાસ એકદમ સિમ્પલિસિટી સાથે બખૂબી થી આવરી લીધા છે. એ પણ કોઈ મેલોડ્રામા કે ઉપદેશાત્મક વાત વગર. બિલ્કુલ ઋષિકેશ મુખર્જી ની સ્ટાઇલ માં એકદમ હળવા ટોન માં બધી વાત કહેવાય છે. ફિલ્મ માં કોઈ દમદાર ડાઈલોગ કે વન લાઈનર નથી. છતાં રાઇટિંગ એકદમ અનુરુપ છે, બધા સંવાદ સીધા દિલ મા ઉતરે છે. બેશક પણે સૈફ અલી ખાન ની કારકિર્દી ની આ સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. પણ ફિલ્મ ના બાળ કલાકાર સ્વર કાંબલે ના તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. એરલિફ્ટ ની જેમ અહીં પણ પ્રિયા શેઠ ની સિનેમેટોગ્રાફી અફલાતૂન છે. કેરળ ના લેન્ડસ્કેપ ના લેવાયેલા એરિયલ શૉટ્સ, કેરળ ના પારંપરિક ઘરો અને ફૂડ ના શૉટ્સ જોઈ ને જ સીધું કેરળ ઉડી જવાનું મન થાય!

ફિલ્મ ની સિમ્પલિસિટી અને હળવા ટોન ને કારણે ફિલ્મ રેગ્યુલર સિનેરસિયાઓ ને ધીમી લાગી શકે. પણ લાકડા ના ચૂલા પર ધીમે ધીમે રંધાતા ભોજનની મહેક અને લિજ્જત કંઈ અલગ જ હોય છે! મિનિંગફુલ અને સેન્સિબલ સિનેમા બોલિવૂડ માં ન બનવાની ફરિયાદ ઘણે અંશે સાચી છે જ, પણ શૅફ જેવી ફિલ્મો એમા સુખદ અપવાદ છે! 😊

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s